ફિલ્મ જગત
News of Friday, 27th January 2023

લગ્નમાં આથિયા-રાહુલ પર મોંઘીદાટ ગિફટ્‍સનો વરસાદ

સલમાન ખાને આપી મોંઘીદાટ કાર ઘણા ફિલ્‍મી સ્‍ટાર્સે મોંઘા ગિફટ આપ્‍યા છે

મુંબઇ,તા. ૨૭: ફિલ્‍મ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્નમાં ફિલ્‍મ જગતમાંથી ખૂબ જ ઓછા સ્‍ટાર્સ સામેલ થયા હતા. લગ્નમાં ૧૦૦ જેટલા મહેમાનોને બોલાવવામાં આવ્‍યા હતા. જોકે સુનીલ શેટ્ટીના નજીકના મિત્રોએ આથિયા-રાહુલના લગ્નમાં મોંઘા ગિફટ આપ્‍યા છે. તેમાં સલામન ખાન, જેકી શ્રોફ અને અર્જુન કપૂર જેવા સ્‍ટારના નામ શેમલ છે.

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે ઘણા વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ ૨૩ જાન્‍યુઆરી ૨૦૨૩એ સુનીલ શેટ્ટીના ખંડાલા વાળા ફાર્મ હાઉસ પર લગ્ન કર્યા. લગ્ન બાદ સુનીલ શેટ્ટી મીડિયાના સામે આવ્‍યા અને તેમણે મીડિયા સાથે વાત કરી. લગ્નમાં સુનીલના ઘણા નજીકના લોકો નથી પહોંચ્‍યા પરંતુ તેમણે ગિફટ મોકલીને તેમનો પ્રેમ આથિયા પર વરસાવ્‍યો હતો.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર સલમાન ખાને આથિયા શેટ્ટીના લગ્નમાં બ્રાન્‍ડ ન્‍યૂ લક્‍ઝરી ઓડી કાર ગિફટ કરી છે. જે કાર સલમાને આપી છે તેની કિંમત ૧.૬૪ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. તે ઉપરાંત જેકી શ્રોફે લગ્નમાં ૩૦ લાખ રૂપિયાની ઘડીયાળ આપી છે. અર્જુન કપૂર આથિયાના સંગીતમાં જોવા મળ્‍યો હતો. તેણે લગ્નમાં ૧.૫ કરોડ રૂપિયાના હીરાના પાટલા ગિફટ કર્યા છે.

આમ તો માતા-પિતાની પાસે જે કંઈ પણ હોય તે બાળકો માટે જ હોય છે. પરંતુ લગ્નમાં પેરેન્‍ટ્‍સ બાળકોને ખાસ ગિફટ આપે છે. રિપોર્ટ્‍સ અનુસાર સુનીલ શેટ્ટીએ પોતાની દિકરીને લગ્ન પર ખાસ ગિફટ આપી છે. તેમણે મુંબઈમાં આથિયાને એક ૫૦ કરોડ રૂપિયાનું ઘર ગિફટ કર્યું છે.

ફિલ્‍મી સ્‍ટાર્સ ઉપરાંત વિરાટ કોહલીએ રાહુલને ૨.૧૭ કરોડ રૂપિયાની એક બીએમડબ્‍લ્‍યૂ કાર અને મહેન્‍દ્ર સિંહ ધોનીએ ૮૦ લાખ રૂપિયાની કાવાસાકી નિંઝા મોટરસાયકલ ગિફટ કરી છે.

(10:52 am IST)