ફિલ્મ જગત
News of Monday, 27th March 2023

ટીવી સ્‍ટાર દલજીત કૌર અને નિખિલના હનીમૂનની તસવીરો વાઈરલ

લગ્નની ક્‍યાંય નોંધ લેવામાં આવી ન હોય, પરંતુ હનીમૂન ગયા પછી તાજેતરમાં તેઓ સોશ્‍યલ મીડિયા પર છવાયા

મુંબઈ,તા. ૨૭ : ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી દલજીત કૌર અને નિખિલના લગ્નની સોશિયલ મીડિયા પર ક્‍યાંય નોંધ લેવામાં આવી ન હોય, પરંતુ હનીમૂન ગયા પછી તાજેતરમાં તેઓ સોશિયલ મીડિયા પર છવાયા છે. દલજીત કૌરે અઢારમી માર્ચે બોયફ્રેન્‍ડ નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. જાન્‍યુઆરીમાં સગાઈ કરી હતી. લગ્ન પછી તરત હનીમૂન માટે સિંગાપોર પહોંચ્‍યા હતા, જયાં તેમને ખૂબ મોજ કરી હતી.

સિંગાપોરમાં હનીમૂન માણવાની સાથે સૌથી મોટી બાબત એ છે કે તેમના બેડરુમના ફોટોગ્રાફ સાથે વીડિયો પર વાઈરલ થયા છે. સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફને જોઈને લોકો અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. દલજીત કૌર અને નિખિલના રોમાન્‍ટિક ફોટોગ્રાફ વાઈરલ થયા છે, જેમાં એક ફોટોગ્રાફમાં બંને એકબીજાને પ્રેમભરી નજરે જોવાની સાથે એકબીજામાં ખોવાયેલા હોવાનું જણાય છે. બીજા વાઈરલ ફોટોગ્રાફમાં બંનેના પગ એકબીજા પર છે, જેમાં ટેટ્ટુ ચિતરેલા જોવા મળે છે. આ ટેટ્ટુમાં અલગ અલગ તારીખનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. દલજીત કૌર તેના બીજા લગ્નથી બહુ ખુશ હોવાનું લાગે છે. નિખિલની સાથેના લગ્નજીવનની પળોને ખૂબ એન્‍જોય કરે છે. અહીં એ જણાવવાનું કે દલજીત જ નહીં, પરંતુ નિખિલ પટેલની પણ તેના આ બીજા લગ્ન છે. દલજીત કૌરને એક દીકરો (જયડન) પણ છે. જયડન ટીવી સ્‍ટાર શાલીન ભનોટ અને દલજીતનો દીકરો છે. શાલીનથી અલગ થયા પછી જયડનની કસ્‍ટડી દલજીતને મળી હતી. બીજી બાજુ નિખિલને બે દીકરી છે. હવે નિખિલ અને દલજીતને ત્રણ બાળક છે તથા તે બ્રિટનસ્‍થિત બિઝનેસમેન છે.

(10:32 am IST)