ફિલ્મ જગત
News of Friday, 27th May 2022

સપનુ પુરુ થયા જેવું લાગે છે એશાને

અભિનેત્રી એશા ગુપ્‍તાએ પણ ડિજીટલ પ્‍લેટફોર્મ પર એન્‍ટ્રી કરી લીધી છે. બહુચર્ચીત સિરીઝ આશ્રમ-૩માં એશા ગુપ્‍તા પણ ખાસ ભુમિકા નિભાવી રહી છે. સિરીઝનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે જેને ચાહકોએ ખુબ પસંદ કર્યુ છે. આશ્રમની ત્રીજી સિઝનમાં એશા ગુપ્‍તા બોલ્‍ડનેસથી આગ લગાડતી દેખાશે. એશાએ અગાઉ પણ પ્રકાશ ઝા સાથે કામ કર્યુ હતું. તેણે કહ્યું હતું કે આશ્રમ સિરીઝ ખુબ જ સુપરડુપર હિટ થઇ છે, આ સિરીઝ સાથે જોડાઇને સપનુ પુરુ થયા જેવો અહેસાસ થયો છે. મેં લોકડાઉનમાં આશ્રમ સિરીઝ જોઇ હતી અને મનોમન ઇચ્‍છા દર્શાવી હતી કે મને પણ તેમાં કામ કરવાની તક મળે. મારી આ ઇચ્‍છા પુરી થઇ ચુકી છે. એશા  ગુપ્‍તાએ સિરીઝમાં ઇમેજ મેકરનું પાત્ર ભજવ્‍યું છે. જે આશ્રમના બાબાજીની પ્રતિષ્‍ઠાને વધારવાના કામમાં મદદ કરે છે. ત્રીજી જુને આવી રહેલી આ સિરીઝમાં બોબી દેઓલ, એશા, અદિતી પોહનકર, ચંદન રોય સન્‍યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોએન્‍કા, સચીન શ્રોફ, અધ્‍યયન સુમન, ત્રિધા ચોૈધરી, વિક્રમ કોચર, અનુરીતા કે. ઝા, રૂશાદ રાણા સહિતે કામ કર્યુ છે.

(10:06 am IST)