ફિલ્મ જગત
News of Friday, 27th May 2022

ઝી સિનેમા પર ‘બધાઈ દો'ના વર્લ્‍ડ ટેલિવિઝન પ્રિમિયર

(કેતન ખત્રી), અમદાવાદઃ એવું કહેવાય છે કે, લગ્ન સ્‍વર્ગમાં નક્કી થાય છે, પણ તે બાંધછોડ વગર શકય નથી, કેટલીક અતરંગી પરિસ્‍થિતિ, પરિવારની પ્રેમભરી મિઠી બોલચાલ અને ઘણી વધામણી. આ બધું જ અને બીજુ ઘણું લઈને આવી રહ્યું છે, ઝી સિનેમા તૈયાર છે, આ પ્રેમકથાને રજૂ કરવા માટે ‘બધાઈ દો'ના વર્લ્‍ડ ટેલિવિઝન પ્રિમિયર સાથે કાલે ૨૮ના, બપોરે ૨.૩૦ વાગે.

 ભારતની પાヘાદભૂને દર્શાવતી આ ફિલ્‍મમાં એક મસ્‍તીભર્યા પાત્ર છે, જેમાં સ્‍થાનિક ભાષાની સાથે એવી રમૂજ છે જેમાં પરિવારના લોકોને એકબીજાની વાતોમાં અંગત રસ ધરાવે છે- પછી તે, પ્રેમ હોય કે લગ્ન, બધાઈ દોમાં આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે. શાર્દુલ તરીકે રાજકુમાર રાવ અને ઉગ્ર સુમી તરીકે ભૂમિ પેંડનેકરનું અદ્દભુત પફોર્મન્‍સ કર્યું છે.

(3:11 pm IST)