૧૨૦ કરોડમાં બનેલી 'અતરંગી રે'ને મળ્યા ૨૦૦ કરોડ
મુંબઇ,તા. ૨૭: 'અતરંગી રે'ને ડિઝનીૅહોટસ્ટારે ૨૦૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. અક્ષયકુમાર, સારા અલી ખાન અને ધનુષની આ ફિલ્મ ૨૪ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એથી આ ફિલ્મે પ્રોફિટ તો કરી લીધો છે. થિયેટર્સ શરૂ થઈ ગયાં છે છતાં ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. કોરોનાને કારણે થિયેટર્સ બંધ હોવાથી મોટા ભાગની ફિલ્મો ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવાનો ફાયદો એ છે કે આ માધ્યમ વિશ્વના ખૂણે-ખૂણે વસતા લોકો સુધી પહોંચી જાય છે. અક્ષયકુમારની હાલમાં થિયેટર્સમાં રિલીઝ થયેલી 'સૂર્યવંશી'ખૂબ ધમાલ મચાવી રહી છે. લોકો પણ થિયેટર્સમાં જવા માટે આતુર દેખાઈ રહ્યા છે. જોકે અક્ષયકુમારની 'અતરંગી રે'ને ડિઝનીૅહોટસ્ટાર પર રિલીઝ કરવાથી તેની ફિલ્મ જોવાનો લોકોનો જોશ ઊણો સાબિત નહીં થાય એવું લાગી રહ્યું છે.