ફિલ્મ જગત
News of Friday, 28th May 2021

તમારે પ્રયત્નશીલ રહેવું પડેઃ ફાતિમા

અભિનેત્રી ફાતિમા સના શેખ દંગલ પછી વધુ જાણીતી બની ગઇ છે. તે કહે છે હવે હું ફિલ્મ નિર્માતાઓનો સંપર્ક કરતાં શરમ અનુભવતી નથી. હું મેસેજ અને કોલથી લોકો સાથે સંપર્કમાં પણ રહુ છું. લોકોને હું યાદ અપાવતી રહું છું કે હું ઇન્ડસ્ટ્રીમાં છું. હું વધુ ફિલ્મો નથી કરતી, આથી હું હમેંશા ત્યાં નથી હોતી. ઘણીવાર લોકો કાસ્ટીંગમાં ભુલી જાય છે કે આ પણ અભિનેત્રી છે. આથી બધાને યાદ અપાવતું  રહેવું પડે છે. તમારું સ્થાન બનાવી રાખવા માટે તમારે જ પ્રયત્નશીલ રહેવું પડશે. હું કોઇને પણ કામ માટે ફોન કરીને એમ કહી શકું છું કે મને ઓડિશન આપવામાં વાંધો નથી. હું એવા અનેક કલાકારોને ઓળખુ છું જેમણે આ રીતે કામ કરીને ઘણું મેળવ્યું છે. મને મારા પોતાની માટે તક ઉભી કરવાનું ગમે છે. ઘરે બેસીની મારી પાસે કામ નથી એવા રોદણાં રોવા ગમતાં નથી. તમારે મહેનત કરવી પડે અને કામ માંગવું પડે છે. ફાતિમા કહે છે ઓટીટી પ્લેટફોર્મ  ખુબ સારુ કામ કરી રહ્યું છે. હવે દર્શકો સાથે જોડાવાનું એ માધ્યમ બની ગયું છે.

(10:10 am IST)