ફિલ્મ જગત
News of Friday, 28th August 2020

નવો શો બેંગ બેંગઃ ધમાકેદાર એકશન, રહસ્યનો ખજાનો

ડિજીટલ પ્લેટફોર્મ પર દરેક જોનરના દર્શકો માટે ભરપુર મસાલો ઉપલબ્ધ રહે છે. અહિ એક પછી એક નવા શો, સિરીઝ અને ફિલ્મો સતત સ્ટ્રીમ થતાં રહે છે. હવે વધુ એક  એકશન-થ્રિલર-ક્રાઇમ શો બની રહ્યો છે. અલ્ટ બાલાજી અને ઝીફાઇવએ મળીને આ શોની તૈયારી કરી છે. ગણેશ ચોથના દિવસે આ શોની જાહેરાત કરવામાં આવી છે. અલ્ટ બાલાજી અને ઝીફાઇવએ અગાઉ પણ દર્શકોને ખુબ સારા શો ઓટીટી પ્લેટફોર્મ પર આપ્યા છે. હવે નવા શોને બેંગ બેંગના નામથી રજૂ કરવામાં આવ્યો છે. જેમાં સસ્પેન્સ, ભરપુર એકશન અને અનેક સાચા-ખોટા રહસ્યોનો ભરપુર ડ્રામા જોવા મળશે. એક પછી એક રહસ્ય ખુલતાં જશે અને દર્શકો જકડાયેલા રહેશે. અક્ષય બી.પી. સિંહ દ્વારા આ શોનુ઼ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું નિર્દેશન અભિષેક કપુરને સોપાયું છે. શુટીંગ ટૂંક સમયમાં જ શરૂ થઇ જશે. શો કયારે રિલીઝ થશે તે પણ હવે ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. ટીઝર જોતા જ લાગે છે બેગ બેંગમાં ધમાકેદાર એકશનનો ડોઝ હશે.

(9:43 am IST)