ફિલ્મ જગત
News of Friday, 28th August 2020

ચાર્ટર્ડ એકાઉન્ટની જોબ મુકી ટીના અભિનેત્રી બની

નવા ટીવી શો 'એ મેરે હમસફર'માં ટીના ફિલીપ આઇએએસ અધિકારી વિધી શર્માના રોલમાં જોવા મળશે. અભિનેત્રી ટીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તે વિધીની ભુમિકા થકી સંઘર્ષની કહાની રજૂ કરશે. એક મહાત્વાકાંક્ષી આઇએએસ અધિકારીના રોલનો મળતાં ટીના પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી હતી ત્યારના દિવસોને યાદ કરે છે. તેણે કહ્યું હતું કે મને એવું લાગે છે કે જાણે હું કોલેજ કાળના એ દિવસોને ટીવી પરદે જોઇ રહી છું. ઓન સ્ક્રીન વિધી અને ઓફ સ્ક્રીન ટીના વચ્ચે અનોખી સમાનતા છે. શોમાં હું આઇએએસ ઓફિસર બનવા મહેનત કરી રહી છું. વિધીને એ ખબર છે કે તેને સમાજ દ્વારા સ્વીકારવામાં આવશે નહિ. આમ છતાં તે હિમ્મત હારતી નથી. શારીરિક વિકલાંગતાને કારણે સારો છોકરો શોધી લગ્ન કરવાનું સપનુ પણ દુરની વાત છે. જ્યારે ટીના અસલી જિંદગીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તે કહે છે હું સુખ સુવિધા અને સારા પગાર વાળી નોકરી સાથે યુ.કે.માં રહેતી હતી. પણ મારી અંદર કયાંય ને કયાંય અભિનય કળા છુપાયેલી હતી. વિચાર-વિમર્સ પછી માએ મને રજા આપી હતી અને નોકરી છોડી હું અભિનય કારકિર્દી બનાવવા ભારત આવી હતી. ૩૧મી ઓગષ્ટથી આ શો દંગલ પર સાંજે સાત વાગ્યે શરૂ થશે.

 

(9:44 am IST)