ફિલ્મ જગત
News of Friday, 28th August 2020

'તેજસ' માંથી કંગના રનૌતનો પાઇલોટ લૂક આવ્યો સામે : ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં થશે શરૂ

મુંબઈ: કંગના રનૌતની આગામી ફિલ્મ 'તેજસ' છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં તે પાઇલટની ભૂમિકા ભજવશે. તે દેશભક્તિની ફિલ્મ હશે. ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થશે. કંગના રનૌત ટ્વિટર પર માહિતી આપી હતી. કંગના રનૌતે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે અને લખ્યું છે - 'ડિસેમ્બરમાં તેજસ ઉડાન ભરવાની છે. મને અદભૂત વાર્તાનો ભાગ બનવાનો ગર્વ છે, જે આપણા હિંમતવાન એરફોર્સ પાઇલટની વાર્તા છે. જય હિન્દ. '

(5:12 pm IST)