ફિલ્મ જગત
News of Thursday, 28th October 2021

સૂર્યવંશી ફિલ્મનું અક્ષય અને કેટનું ગીત 'મેરે યારા' રિલીઝ: જબરદસ્ત રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી

મુંબઈ: અક્ષય કુમાર અને કેટરિના કૈફ અભિનીત આગામી ફિલ્મ સૂર્યવંશીનું બીજું ગીત 'મેરે યારા' બુધવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતમાં બંનેની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ ગીત નીતિ મોહન અને અરિજિત સિંઘ દ્વારા તેમના આકર્ષક અવાજમાં ગાયું છે અને સચિન-જીગર દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે અને રશ્મિ વિરાગે લખ્યું છે. બુધવારે રિલીઝ થતાની સાથે જ આ ગીત સોશિયલ મીડિયા પર હિટ થઈ ગયું છે. અક્ષય કુમાર એક્શનથી ભરપૂર આગામી ફિલ્મ સૂર્યવંશીમાં DCP 'વીર સૂર્યવંશી'ની ભૂમિકામાં છે. જ્યારે કેટરીના કૈફ ફિલ્મમાં તેની પત્નીના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહ કેમિયો રોલમાં છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ, ગુલશન ગ્રોવર અને સિકંદર ખેર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મને કરણ જોહર અને રોહિત શેટ્ટીએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું છે અને આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર 5મી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

(5:34 pm IST)