રૂબીનાની બોલીવૂડમાં શાનદાર એન્ટ્રી
અભિનેત્રી રૂબિના દિલૈક ટીવી પરદાની ખુબ જાણીતી અભિનેત્રી છે. તેણે પોતાના કામથી ઘર-ઘરમાં ઓળખ ઉભી કરી લીધી છે. છોટી બહૂ ટીવી સિરીયલથી કારકિર્દીની શરૂઆત કરનાર રૂબીનાને ટીવી શો 'શકિત-અસ્તિત્વ કે અહેસાસ કી'ને કારણે ખુબ નામના મળી છે. આ શોમાં તેણે એક કિન્નરનો રોલ મેળવી ખુબ વાહવાહી મેળવી છે. આ શોને કારણે જ કદાચ બિગ બોસ-૧૪ની વિજેતા બનવાની તક પણ તેને મળી હતી. રૂબીના પણ હવે બોલીવૂડમાં પહોંચવા તૈયારી કરી રહી છે. રૂબીનાએ ટીવી પરદે પોતાના અભિનયથી અસંખ્ય ચાહકોના દિલી જીતી રાખ્યા છે. હવે તે ફિલ્મી પરદે પગલા માંડી રહી છે ત્યારે તેને ચાહકો ભરપુર શુભેચ્છા પાઠવી રહ્યા છે. તરણ આદર્શએ ટ્વિટર પર લખ્યું હતું કે રૂબીના બોલીવૂડમાં એન્ટ્રી માટે તૈયાર છે. સંગીતકાર પલક મુછાલ આ ફિલ્મ બનાવી રહ્યા છે. જે રૂબીનાએ સાઇન કરી લીધી છે. હિતેન તેજવાની અને રાજપાલ યાદવ પણ આ ફિલ્મમાં છે. સપ્ટેમ્બરમાં શુટીંગ શરૂ થશે.