અસૂર-૨માં મિયાંગની પણ ખાસ ભુમિકા
કોઇપણ એક સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર હિટ-સુપરહિટ થાય એટલે ચાહકો તેના બીજા ભાગની ઇચ્છા ચોક્કસ રાખે છે. આવી સિરીઝમાં અસૂર પણ સામેલ છે. અસૂર-૨નું શુટીંગ શરૂ થઇ ગયું છે અને કદાચ આ વર્ષે જ રિલીઝ થઇ જાય તેવી શકયતા છે. નિર્માતાઓને દાવો છે કે આ વખતે વધુ રોમાંચ અને ક્રાઇમ ડ્રામા દર્શકોને વધુ ખુશ કરી દેશે. આ નવી સિઝનની વાર્તા પણ પહેલા કરતા વધુ રસપ્રદ રહેશે. નવું એ પણ છે કે અસૂર-૨માં ઇન્ડિયન આઇડલ-૩નો સ્પર્ધક મિયાંગ ચેંગ પણ ખાસ ભુમિકા નિભાવતો જોવા મળશે. ગાયક એવો મિયાંગ અગાઉ પણ વેબ સિરીઝમાં કામ કરી ચુકયો છે. મિયાંગ ઉપરાંત નાટકોની પ્રખ્યાત અભિનેત્રી અદિીતી કલકુંટે પણ અસૂર-૨નો ભાગ બની છે. રિધ્ધી ડોગરા, અનુપ્રિયા ગોએન્કા, શારીબ હાસમી પણ સામેલ થયા છે. શુટીંગ માટે ભારતના ઘણા સ્થળોને સામેલ કરવામાં આવ્યા છે. મીયાંગ સફળ ગાયક તેમજ હોસ્ટ સાથે હવે સારો એકટર પણ બની ગયો છે.