ફિલ્મ જગત
News of Thursday, 29th July 2021

ત્રીજી સિઝન માટે હજુ વધુ રાહ જોવી પડશે ચાહકોને

વેબ સિરીઝના ચાહકોને સોૈથી વધુ ગમતી સિરીઝમાં મિરઝાપુર ટોચ પર છે. આ સિરીઝની પહેલી બે સિઝને ભરપૂર ધૂમ મચાવી દીધી હતી. હવે ચાહકો ત્રીજી સિઝનની રાહમાં છે. પરંતુ આ માટે હજુ લાંબો સમય રાહ જોવી પડે તેમ છે. મિરઝાપુરના નિર્દેશક  રિતેશ સિધવાણીએ કહ્યું હતું કે મહામારીને કારણે એવી આશંકાઓ છે કે તેની ત્રીજી સીઝન માટે ચાહકોને થોડી વધુ રાહ જોવી પડશે. અમે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યાં છીએ. અમે ખરેખર આ વર્ષે શૂટિંગ શરૂ કરી દેવાના હતા, પરંતુ લોકડાઉન અને વરસાદને કારણે હવે કદાચ શુટીંગ આવતા વર્ષે શરૂ થશે. મિર્ઝાપુરની પહેલી સીઝન ૧૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે બીજી સિઝન ૨૩ ઓકટોબર ૨૦૨૦ના રોજ આવી હતી. મિરઝાપુર વેબ સીરિઝ ઉત્તર પ્રદેશના મિરઝાપુર પર આધારિત કહાની છે. અલી ફઝલ, પંકજ ત્રિપાઠી, દિવ્યેન્દૂ શર્મા અને વિક્રાંત મેસ્સી સહિતના કલાકારોએ દરેક એપિસોડને દિલચશ્પ બનાવ્યા હતાં.

(10:11 am IST)