ફિલ્મ જગત
News of Thursday, 29th July 2021

ડિઝની+હોટસ્ટાર નવી વેબસિરીઝમાં છે જબરદસ્ત સ્ટાર-પાવર

અજય દેવગન, સૈફ અલી ખાન, શબાના આઝમી અને પંકજ ત્રિપાઠી જેવા એકટર્સના શોની પણ જાહેરાત

મુંબઇ,તા. ૨૯: ડિઝની+હોટસ્ટાર દ્વારા હાલમાં તેમના આગામી શોની જાહેરાત કરવામાં આવી છે. આ શોમાં અજય દેવગન, સૈફ અલી ખાન, શબાના આઝમી અને પ્રતીક ગાંધી જેવા એકટર્સના શોની જાહેરાત કરવામાં આવી છે. અજય દેવગન શો 'રૂદ્ર :ધ એજ ઓફ ડાર્કનેસ'દ્વારા ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. આ વિશે અજય દેવગને કહ્યું કે 'આજે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જે કવોલિટીવાળું એન્ટરટેઇનમેન્ટ આપવામાં આવી રહ્યું છે એ ખરેખર કાબિલેદાદ છે. આ પ્લેટફોર્મને કારણે ફિલ્મમેકર્સ વધુ એકસપેરિમેન્ટ્સ કરતા થયા છે અને તેઓ ગુણવત્ત્।ાને વધુ ને વધુ ઉપર લઈ જઈ રહ્યા છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ પ્લેટફોર્મને કારણે પ્રોડકશનનો સ્કેલ પણ ખૂબ ઊંચો ગયો છે.'

સૈફ અલી ખાનની 'ભૂત પોલીસ'પણ જલદી આવી રહી છે. આ પ્રોજેકટ્સની સાથે કુણાલ કપૂરના 'ધ એમ્પાયર', સુસ્મિતા સેનની 'આર્યા'ની બીજી સીઝન, તિસ્કા ચોપડાની 'ફિયર', કેકે મેનનની 'સ્પેશ્યલ ઓપ્સ ૧.૫' જેવા વિવિધ શોની ઓફિશ્યલ જાહેરાત કરવામાં આવી છે. મર્ડર મિસ્ટરી 'સિકસ સસ્પેકટ્સ'વિશે પ્રતીક ગાંધીએ કહ્યું કે 'શાંતિથી બેસીને જોવાના શો હોય અથવા તો પછી કોમ્પ્લેકસ સ્ટોરીલાઇન્સ કેમ ન હોય, ડિજિટલ પ્લેટફોર્મે આજે દ્યણા પ્રકારના શો એકસપ્લોર કર્યા છે. એક એકટર તરીકે હું આ દુનિયામાં એક નવી જગ્યાને એકસપ્લોર કરવા જઈ રહ્યો છું. આ પ્રકારના શો મને ચેલેન્જ આપવાની સાથે દ્યણું બધું શીખવી જાય છે.'

(10:11 am IST)