ફિલ્મ જગત
News of Thursday, 29th July 2021

સંજય દત્તના જન્મદિવસ પર 'કેજીએફ ચેપ્ટર 2' નું નવું પોસ્ટર રિલીઝ

મુંબઈ: સંજય દત્તના જન્મદિવસના ખાસ પ્રસંગે, એક્સેલ એન્ટરટેનમેન્ટે કેજીએફ ચેપ્ટર 2 માંથી 'અધિરા' તરીકે અભિનેતાનું નવું પોસ્ટર બહાર પાડ્યું છે. યશ સ્ટારર ફિલ્મના આ નવા પોસ્ટરને ચાહકો અને સ્ટાર્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તે જ સમયે સંજયે કેજીએફ 2 નું નવું પોસ્ટર શેર કરતા સંદેશ પણ લખ્યો હતો. સોશ્યલ મીડિયા પર કેજીએફ ચેપ્ટર 2 માંથી પોતાના પાત્ર અધિરાનો લુક શેર કરતાં સંજય દત્તે લખ્યું કે, 'જન્મદિવસની શુભેચ્છાઓ બદલ તમારો આભાર. કેજીએફ ચેપ્ટર 2 માં કામ કરવાનો અદ્ભુત અનુભવ હતો. હું જાણું છું કે તમે બધા લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છો, પરંતુ મારા પર વિશ્વાસ કરો તમારી રાહ મીઠી હશે. ચાહકોથી લઈને સ્ટાર્સ સંજયની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને જન્મદિવસની શુભેચ્છાઓ સાથે 'અધિરા' ને ખૂબ વખાણ કરી રહ્યા છે.  

 

(3:32 pm IST)