ફિલ્મ જગત
News of Saturday, 29th August 2020

સપ્ટેમ્બરમાં નેટફ્લિક્સ પર રજૂ થશે ભૂમિ પેડનેકર-કોંકણા સેનની ફિલ્મ 'ડોલી કિટ્ટી ઓર વો ચમકતે સિતારે'

મુંબઈ:  કોરોના વાયરસને કારણે ઘણા નિર્માતાએ તેમની ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરી છે. હવે  ભૂમિ પેડનેકર અને કોંકણા સેનની ફિલ્મ 'ડોલી કિટ્ટી ઓર વો  ચમકતે સિતારે' નેટફ્લિક્સ પર પ્રીમિયર તૈયાર કરવાના  છે. ફિલ્મનું નિર્દેશન અલંકૃત શ્રીવાસ્તવ કરશે. ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને કોંકણા સેન સાથે વિક્રમ મેસી, અમોલ પરાશર અને આમિર બશીર પણ છે. ફિલ્મ બે કઝિન (ભૂમિ અને કોંકણા) ના જીવન પર આધારિત છે. ફિલ્મ 'ડોલી કિટ્ટી ઓર વો  ચમકતે સિતારે' સપ્ટેમ્બરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જો કે, હજી તારીખની જાહેરાત કરવામાં આવી નથી.

(5:56 pm IST)