ફિલ્મ જગત
News of Tuesday, 29th September 2020

ચાહકો વગર હું કંઇ જ નથીઃ દિશા પટાની

સોશિયલ મિડીયા પર સક્રિય રહેતાં સ્ટાર્સમાં દિશા પટાનીનું નામ પણ ટોચ પર છે. લગભગ બધા જ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર દિશાના અસંખ્ય ચાહકો છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર દિશાએ ચાલીસ મિલિયન ફોલોઅર્સનો માઇલ સ્ટોન પાર કર્યો છે. આ માટે તેણે પોતાના તમામ ચાહકોનો દિલથી આભાર માન્યો હતો અને એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં દિશા એક જીમમાં સાંઇઠ કિલો વજન ઉઠાવી કસરત કરતી જોવા મળે છે. તે વર્કઆઉટ પુરૂ કર્યા પછી જ ઉભી રહે છે તે એક ખાસ બાબત છે. દિશાએ વિડીયો સાથે લખ્યું છે ચાલીસ મિલિયન એટલે જાણે સાઇઠ કિલોગ્રામ વજન, મારા પ્યારા ચાહકો આપ સોૈને ખુબ ખુબ પ્રેમ અને આપ સોૈને ધન્યવાદ. હું આપ ચાહકો વગર કંઇ જ નથી. દિશા સતત સોશિયલ મિડીયા પર તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરી ચાહકોના સંપર્કમાં રહે છે. દિશાની આગામી ફિલ્મ સલમાન સાથેની રાધે છે અને મોહિત સુરીની મલંગ-૨માં પણ તે જોડાઇ ચુકી છે.

(10:08 am IST)