ફિલ્મ જગત
News of Tuesday, 29th September 2020

છાયા કદમે નિભાવ્યો ટીવી શોમાં ખાસ રોલ

ટીવી પરદે સોની ચેનલ પર આવતાંશો 'મેરે સાંઇ'માં મરાઠી અભિનેત્રી છાયા કદમની પણ એન્ટ્રી થઇ છે. છાયા કદમ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ મોટુ નામ છે. સુપરહિટ મરાઠી ફિલ્મ સૈરાટ ઉપરાંત હિન્દી ફિલ્મ અંધાધૂનમાં પણ છાયાઓ અભિનય અદ્દભુત હતો. આ બંને ફિલ્મોએ બોકસ ઓફિસ પણ ધમાલ મચાવી હતી. પોતાના અભિનય થકી જાણીતી છાયા કહે છે મને મેરે સાંઇ સિરીયલમાં સાંઇબાબાની કૃપાથી જ એન્ટ્રી મળી છે. છાંયાના પિતા અગાઉ શિરડી સાંઇ મંદિરના ટ્રસ્ટી રહી ચુકયા છે. વર્ષો સુધી તેમણે સાંઇમંદિર સાથે જોડાઇને સેવા કાર્ય કર્યુ છે. છાંયા કહે છે પિતાજી હયાત હોત તો મારા કરતાં વધારે ખુશી એમને મળી હોત. તેમણે સાંઇબાબાના મંદિરે જઇ પ્રસાદ ચડાવ્યો હતો અને આખુ શિરડી આ વાતને લઇને ગજાવી નાંખ્યું હોત. સાંઇબાબાએ એક વિધવા મહિલાની જિંદગીમાં કેવો ચમત્કાર સર્જ્યો હતો તેની કથામાં છાયાએ રોલ નિભાવ્યો હતો.

(10:08 am IST)