ફિલ્મ જગત
News of Tuesday, 29th September 2020

‘બાલિકા વધૂ'નો ડાયરેક્‍ટર હવે ઘરે-ઘરે ફરી વેંચી રહ્યો છે શાક

બાલિકા વધુ જેવી જાણીતી અને સૌથી લોકપ્રિય ટીવી સીરિયલના ડાયરેક્‍ટરની કોરોનાએ મુશ્‍કેલી વધારી

મુંબઇ,તા. ૨૯:  સપનાની નગરી મુંબઇમાં વર્ષો મહેનત કરીને ડાયરેક્‍ટર તરીકે પોતાની છબી સ્‍થાપિત કરનાર રામવૃક્ષને હવે ફરી ગામમાં કોરોના કાળના લીધે કરીને શાકભાજી વેંચવાનો વારો આવ્‍યો છે. રામવૃક્ષો જણાવ્‍યું કે તેમનું મુંબઇમાં ઘર પણ છે. અને અનેક નામી કલાકારો સાથે તે કામ પણ કરી ચૂક્‍યા છે.

 પોતાની સ્‍ટ્રગલ વિષે રામવૃક્ષે કહ્યું કે તે ૨૦૦૨માં સાહિત્‍યકાર મિત્ર શાહનવાજ ખાનની મદદથી મુંબઇ આવ્‍યા. અહીં તેમણે ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં પોતાને સાબિત કરવા ખૂબ મહેનત કરી. પહેલા લાઇટ વિભાગ સંભાવ્‍યું પછી ટીવી પ્રોડક્‍શનમાં ભાગ્‍ય અજમાવ્‍યું.

 અનુભવ વધતા તે ડાયરેક્‍ટર બન્‍યા. અને તેમણે આ જ ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવાનું નક્કી કર્યું. પહેલા તે અનેક સીરિયલોમાં સહાયક ડાયરેક્‍ટર તરીકે કામ કર્યું. અને પછી તે એપિસોડ ડાયરેક્‍ટર અને યુનિટ ડાયરેક્‍ટર બન્‍યા.

 રામવૃક્ષે કહ્યું કે તેમણે બાલિકા વધુ સીરિયલમાં યુનિટ ડાયરેક્‍ટર તરીકે કામ કર્યું છે. તે પછી પ્‍યાર કો ક્‍યા નામ દૂ, કુછ તો લોગ કહેંગે, ઝટપટ ચટપટ, સલામ જિંદગી, હમારી દેવરાની, થોડી ખુશી થોડી ગમ, પૂરબ પશ્ચિમ, જૂનિયર જી જેવી અનેક સીરિયલમાં કામ કર્યું. ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીના અનેક નામી લોકો તેમના કામના વખાણ કરી ચૂક્‍યા છે

 રામવૃક્ષે કહ્યું કે મુંબઇમાં તેમનું પોતાનું મકાન છે. પણ બે વર્ષે પહેલા બિમારીના કારણે તેમનો પરિવાર ઘરે આવ્‍યો. થોડા સમય પહેલા એક ફિલ્‍મની રેકી કરવા તે આજમગઢ આવ્‍યા. કામ કરી જ રહ્યા હતા કે કોરોના સંક્રમણના કારણે લોકડાઉન થઇ ગયું. અને તે ઘરે પાછા ન જઇ શક્‍યા. કામ બંધ થતા જ તેમના પર મોટું આર્થિક સંકટ આવી ગયું

 પ્રોડ્‍યૂસરે તેમને જણઆવ્‍યું કે તે જે ફિલ્‍મ પર કામ કરી રહ્યા હતા તે પર હવે એક બે વર્ષ પછી કામ શરૂ કરવામાં આવશે. છેવટે પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમણે પોતાના પિતાનો વેપાર સ્‍વીકારવાનું શરૂ કર્યું. અને આજમગઢના હરબંશપુરમાં ડીએમ આવાસની આસપાસ તે રસ્‍તા પર શાક વેચીને ગુજરાન ચલાવે છે. તેમણે કહ્યું કે આ કામથી મારો પરિવાર અને ગુજરાન આરામથી ચાલી રહ્યું છે. અને તે આ કામથી સંતુષ્ટ છે.

(11:48 am IST)