ફિલ્મ જગત
News of Wednesday, 29th September 2021

ચંદન રોય સન્યાલે ફરી કર્યુ શુટીંગ શરૂ

અભિનેતા ચંદન રોય સન્યાલ આમ તો  દોઢ દાયકાથી બોલીવૂડમાં કામ કરી રહ્યોછે. તેણે અનેક હિટ અને સુપરહિટ ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા છે. હિન્દી ઉપરાંત બંગાલી ફિલ્મો માટે પણ તે જાણીતો છે. ૨૦૦૬માં આવેલી રંગ દે બસંતીથી તેણે અહિ કારકિર્દી શરૂ કરી હતી. કમિને, ફાલતૂ, ડી ડે, પ્રોગ, કાંચી, શેફ, જેબ હેરી મેટ સેજલ, જબ્બરીયા જોડી સહિતની ફિલ્મો તેણે કરી છે. પરંતુ તેને ઓળખ મળી હોય તો એ છે વેબ સિરીઝ આશ્રમ. ચંદન સ્વીકારે છે કે આશ્રમમાં ભજવેલા ભોપા સ્વામીના પાત્રએ તેની કારકિર્દીમાં વળાંક આપ્યો છે. સિરીઝમાં બાબાનું પાત્ર ભજવતાં બોબી દેઓલનો ભોપા સ્વામી ખાસ માણસ બન્યો છે. ચંદન કહે છે આ શોએ મને ખાસ ઓળખ આપી છે. આશ્રમની ત્રીજી સિરીઝની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્રીજી સિરીઝનું શુટીંગ શરૂ થઇ ગયું છે. જયપુરમાં એક મહિનાના શેડ્યુલમાં શુટીંગ થવાનું છે. ચંદન કહે છે આ શોમાં અનેક ટ્વિસ્ટ ચાહકોને જોવા મળશે.

(9:45 am IST)