News of Thursday, 29th September 2022
ભાભીજી ઘર પર હૈ શોના એક્ટરના દીકરાનું ૧૯ વર્ષની ઉંમરમાં થયું નિધન
મુંબઇ,તા. ૨૯ : ટીવી જગતનો પોપ્યુલર શો ભાભીજી ઘર પર હૈના એક્ટર જીતુ ગુપ્તાના દીકરા આયુષનું ૧૯ વર્ષની ઉંમરમાં નિધન થયું છે. કોમેડિયન સુનિલ પાલે આ દુખદ ખબરની જાણકારી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
મળતી માહિતી અનુસાર જીતુ ગુપ્તાનો દીકરો ઘણા સમયથી હોસ્પિટલમાં એડમિટ હતો. તેની તબિયતમાં સુધારો ન થતાં તેનું નિધન થયું હતું.
(10:25 am IST)