મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં
લસ્ટ સ્ટોરીઝ-૨ની હાલમાં ખુબ ચર્ચા છે. આ વખતે તેમાં મૃણાલ ઠાકુર પણ સામેલ થઇ છે. શોમાં મૃણાલ સાથે અંગદ બેદી અને કોંકણાસેન શર્મા મુખ્ય ભુમિકામાં છે. આવતા વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે એટલે કે ૧૪મી ફેબ્રુઆરીએ આ સિરીઝને નિર્માતા રિલીઝ કરશે. માનવીય સંબંધો અંગે અલગ અલગ કહાનીઓ પર આધારીત આ શો અંગે મૃણાલ કહે છે કે શોની જે વાર્તાઓ છે તે જોતાં તેને ફેબ્રુઆરીમાં રિલીઝ કરવાનું વધુ યોગ્ય છે. લસ્ટ સ્ટોરીઝની પહેલી સિઝનને દર્શકોએ સારી પ્રતિક્રિયા આપી હતી. હવે અમે બીજી સિઝનમાં પણ દર્શકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા મહેનત કરી છે. આશા છે કે બીજા ભાગને પણ ખુબ ચાહના મળશે. હાલ શોનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલે છે. અત્યારથી જ શોની ચર્ચા થવા માંડી છે તેના કારણે ખુબ આનંદ થઇ રહ્યો છે. લસ્ટ સ્ટોરીઝ ૨૦૧૮માં આવી હતી. જેમાં વિક્કી કોૈશલ, મનિષા કોઇરાલા, કિયારા અડવાણી સહિતે અભિનય કર્યો હતો.