ફિલ્મ જગત
News of Monday, 31st May 2021

થ્રિલર સિરીઝમાં આવી રહી છે કૃતિકા

બરેલીની કૃતિકા કામરા ટીવી પરદાની જાણીતી અભિનેત્રી છે. ગયા વર્ષે તે વેબ સિરીઝ તાંડવમાં ખાસ ભુમિકામાં જોવા મળી હતી. હવે તે બીજી સિરીઝ કરી રહી છે. જેનું શુટીંગ દિલ્હીમાં થયું છે. હસ હસ નામની આ સિરીઝ થ્રિલર જોનરની છે. ક્રિતીકા સાથે જુહી ચાવલા, આયેશા ઝૂલ્કા, સોહા અલી ખાન, કરિશ્મા તન્ના અને સહાના ગોસ્વમી પણ છે. કૃકિા કહે છે મહામારીના સમયમાં શુટીંગ કરવામાં અમને કોઇ સમસ્યા નડી નહોતી. કારણ કે અગાઉ પણ લોકડાઉનનો અનુભવ કર્યો છે. અમે દિલ્હીમાં તમામ નિયમોનું પાલન કરીને શુટીંગ કરતાં હતાં. આ વર્ષના નવા લોકડાઉન સુધીમાં મેં ત્રણ શોનું શુટીંગ કરી લીધું છે. કોરોનાની બીજી લહેરને લીધે તેને ઘરમાં રહેવું પડ્યું છે. કૃતિકા કહે છે જરૂર પડે તો જ હું બહાર જાઉ છું. ઘરનું જ બનાવેલુ જમુ છું અને નિયમીત કસરત કરુ છું. બહાર નીકળતી વખતે માસ્ક અચુક પહેરુ છું. પણ જ્યારે બીજા લોકોને પીડાતા જોઉ છું તો મારું હૈયુ વલોવાઇ જાય છે. તેમને જોઇતી તમામ મદદ કરવાનો પ્રયાસ કરુ છું.

(9:43 am IST)