ફિલ્મ જગત
News of Monday, 31st August 2020

હોરર કોમેડીમાં જોવા મળશે વરૂણ

વરૂણ ધવને બોલીવૂડમાં અત્યાર સુધીમાં જે ફિલ્મો આપી છે તેમાંથી એકાદ બે બાદ કરતાં તમામ હિટ, સુપરહિટ નિવડી છે. તેના ચાહકોને તે વધુ એક ફિલ્મ આપી રહ્યો છે. બાલાના નિર્દેશક અમર કોૈશિકની એક ફિલ્મમાં વરૂણ ધવનને મુખ્ય રોલ અપાયો છે. ભેડિયા નામની આ ફિલ્મ હોરર કોમેડીના સંકલનથી બનાવવામાં આવશે. દિનેશ વિજાન આ ફિલ્મના નિર્માતા છે. તે અગાઉ સ્ત્રી અને રૂહઆફઝા જેવી ફિલ્મો આપી ચુકયા છે.  વરૂણ ધવનની આ ફિલ્મનું લેખન નિરેન ભટ્ટે કર્યુ છે. તેણે જ અગાઉ અમર કોૈશિક માટે બાલાનું લેખન કર્યુ હતું. વરૂણ છેલ્લા છ મહિનાથી આ પ્રોજેકટની ચર્ચા કરી રહ્યો હતો. હવે અંતે આ ફિલ્મમાં કામ કરવાનું ફાઇનલ કર્યુ છે. વરૂણ અગાઉ અનેક મોટી ફિલ્મો ઠુકરાવી દીધી હતી. તે હવે એવી ફિલ્મો કરવા ઇચ્છે છે જેના શુટીંગ સરળતાથી થઇ શકે અને વધુ મુશ્કેલીઓનો સામનો કરવાનો ન હોય. વરૂણની ફિલ્મ કુલી નં.૧ રિલીઝ માટે તૈયાર છે. પહેલી મેના રોજ તે રિલીઝ થઇ જવાની હતી. હવે લોકડાઉનને કારણે ઓટીટી પ્લેટફોર્મ માટે ઓફર મળી રહી છે. પરંતુ નિર્માતા સિનેમાહોલ ખુલવાની રાહ જોઇ રહ્યા છે. વરૂણે છેલ્લે ત્રણ ફિલ્મો રિજેકટ કરી દીધી હતી.

(9:48 am IST)