ફિલ્મ જગત
News of Monday, 31st August 2020

'ઇન્ડિયાવાલી મા' શોમાં કોૈશંબી ભટ્ટનો ખાસ રોલ

નવા ટીવી શોનું શુટીંગ શરૂ થઇ ગયું છે. તેમાં 'ઇન્ડિયાવાલી મા' નામનો શો પણ સામેલ છે. આ શોમાં હેલ્લારો ફિલ્મ ફેઇમ કોૈશાંબી ભટ્ટને પણ ખાસ રોલ મળ્યો છે. આ સિરીયલનું શુટીંગ નયે ગાંવમાં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના અને વરસાદ વધી જતાં શુટીંગ અટકાવવું પડ્યું હતું. અગાઉ ૨૪ ઓગષ્ટના રિલીઝ તારીખ નક્કી કરવામાં આવી હતી. તે ૩૧ થતાં આજથી આ શો સોની ટીવી પર શરૂ થયો છે. આ સિરીયલમાં માતા-પુત્રની કહાની છે. સુચિત્રા ત્રિવેદી માતાના રોલમાં છે. ધુનકી, મોન્ટુની બિટ્ટુ, હેલ્લારો સહિતની ફિલ્મો કરી ચુકેલી કોૈશાંબીને પણ રોલ મળ્યો છે. તેણે કહ્યું હતું કે સુચિત્રાની ખાસ બહેનપણીનો રોલ મને અપાયો છે. મારા પાત્રનું નામ તૃપ્તિ છે. હું ઉમરમાં સુચિત્રાના પાત્રથી અડધી છું છતાં અમારા પાત્રો વચ્ચે સારી મિત્રતા દર્શાવાઇ છે. આ શોના આઠ-દસ એપિસોડનું શુટીંગ થઇ ગયું છે. શરૂઆતના એપિસોડમાં દેખાડાશે કે કાકુ (સુચિત્રા) તેના પુત્ર (અક્ષય મ્હાત્રે)ને મળવા બેંગલોર જાય છે અને પાછળથી તેના ઘરની હું સંભાળ રાખુ છું.

 

(9:48 am IST)