ફિલ્મ જગત
News of Monday, 31st August 2020

સિઝન-૨માં પ્રિયાંશુ, વિજય અને ઇશાની એન્ટ્રી

વેબ સિરીઝોને લોકડાઉન ખુબ ફળ્યું છે. અસંખ્ય લોકો ડિજીટલ પ્લેટર્ફોમ પર સિરીઝ નિહાળતા થઇ ગયા છે. મિરઝાપુરની બીજી સિઝન ઓકટોબરમાં આવી રહી છે. આ વખતે નવા ચહેરાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. મિરઝાપુરની પહેલી સિઝનમાં પંકજ ત્રિપાઠી, વિક્રાંત મેસ્સી જેવા કલાકારોના શાનદાર અભિનયની વાહવાહ થઇ હતી. આ વખતે પ્રિયાંશુ પેનયુલી તથા વિજય વર્મા અને ઇશા તલવાર પણ જોવા મળશે. પ્રિયાંશુ અગાઉ એકસટ્રેકશનમાં વિલનની ભુમિકા નિભાવી ચુકયો છે. વિજય વર્મા રણવીરસિંહ અને આલિયા ભટ્ટની બ્લોક બસ્ટર ફિલ્મ ગલીબોય તથા જ્હાન્વી કપૂરની ફિલ્મ ઘોસ્ટ સ્ટોરીઝમાં કામ કરી ચુકયો છે.  અન્ય સિરીઝ પણ તે કરી ચુકયો છે. તબ્બુ અને ઇશાનની એ સુટેબલ બોયમાં પણ તે ખાસ રોલમાં જોવા મળશે. ઇશા  તલવાર આર્ટિકલ-૧૫માં આયુષ્યમાન ખુરાના સાથે કામ કરી ચુકી છે. આ ઉપરાંત ઓટીટી પ્લેટફોર્મની ફિલ્મ કામિયાબમાં પણ જોવા મળી હતી.

(9:48 am IST)