ફિલ્મ જગત
News of Monday, 31st August 2020

અદિતીની જોડી જોન અબ્રાહમ સાથે

અભિનેત્રી અદિતી રાવ હૈદરી નવા જ લૂકમાં જોવા મળવાની છે. તેની એક ફિલ્મ જોન અબ્રાહમ સાથે આવી રહી છે. આ ફિલ્મનો પહેલો લૂક જાહેર થઇ ગયો છે. જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. કાશ્વી નાયર નિર્દેશીત આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને અદિતી રાવ હૈદરી મુખ્ય રોલમાં છે. બંને પંજાબી લૂકમાં સામે આવ્યા છે. અદિતી જોન સાથે માથે દૂપટ્ટો ઓઢીને ખુબ સાદા દેખાવમાં જોવા મળી રહી છે. જોન અસ્સલ પંજાબી યુવાન લાગી રહ્યો છે. આ ફિલ્મમાં બોર્ડરની લવસ્ટોરી હોવાની ચર્ચા છે. સાથે અર્જૂન કપૂર, રકુલ પ્રિત સિંહ અને નીના ગુપ્તા પણ મહત્વના રોલમાં છે. તાજેતરમાં તરણ આદર્શએ કહ્યું હતું કે અર્જૂન કપુર અને રકુલ પ્રિત સિંહની ફિલ્મનું શુટીંગ પચ્ચીસમી ઓગષ્ટથી શરૂ થઇ રહ્યું છે. દસ દિવસના શેડ્યુલ પછી બીજા થોડા દિવસનું શુટીંગ બાકી હતું. ભુષણ કુમાર, દિવ્યા ખોસલા કુમાર, કૃષ્ણ કુમાર, મોનિષા અડવાણી, મધુ ભોવાની, નિખીલ અડવાણી અને જોન અબ્રાહમ મળીને ફિલ્મ બનાવી રહ્યા છે.

 

(9:49 am IST)