2020માં ભારતમાં યોજાયેલ રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી - Made In India'ની વિજેતા બની નિયા શર્મા : ફાઇનલમાં 14 સેકેન્ડથી આપી કરન વાહીને માત
મુંબઈ: ટીવી સીરિયલ જમાઈ રાજા, એક હજાર મેરી બહના હૈ, ઇશ્ક મેં મરજવા જેવી સિરિયલોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી નિયા શર્માએ એડવેન્ચર રિયાલિટી શો ખતરો કે ખિલાડી - મેડ ઈન ઈન્ડિયાનો ખિતાબ જીત્યો છે. ટ્રોફી જીત્યા બાદ અભિનેત્રીએ તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ખતરો કે ખિલાડીની ટીમ સાથે જોવા મળી રહી છે અને તે ખુબ ખુશ છે. તે જ સમયે, કલર્સે પણ નિયા શર્માને આ વિજય માટે અભિનંદન આપ્યા છે અને ટ્વિટર દ્વારા વિજેતાની ઘોષણા કરી છે. ફિનાલેમાં નીયા શર્મા સાથે અલી ગોની, કરણ વાહી, જસ્મિન ભસીન અને ભારતી સિંહ જોવા મળ્યા હતા. આ સિઝનની વિશેષ વાત એ છે કે તેનું શૂટિંગ ભારતમાં પ્રથમ કરવામાં આવ્યું હતું. રોહિત શેટ્ટીએ તેની સ્ટંટ ટીમ સાથે મુંબઈના ફિલ્મ સિટીમાં આ શોનું શૂટિંગ કર્યું હતું. તો આ સિઝનનું નામ મેડ ઇન ઇન્ડિયા રાખવામાં આવ્યું હતું. કરણ વહી અંતિમ ટાસ્ક ટિકિટ જીતનાર પ્રથમ સ્પર્ધક હતો. ફાઈનલ પ્રસારિત થાય તે પહેલાં જ એવા અહેવાલો આવ્યા હતા કે આ વખતે નિયા શર્મા વિજેતા બની શકે છે અને આ સમાચાર સાચા થયા છે.