બીજી સીઝન માટે વધુ ઉત્સાહી છીએઃ શ્રીયા-શાકિબ
અભિનેત્રી શ્રિયા પિલગાંવકર અને અભિનેતા શાકિબ સલીમે વેબ સિરીઝ 'ક્રેકડાઉન'ની બીજી સીઝનનું શુટીંગ શરૂ કરી દીધું છે. રિયાઝ પઠાણનું પાત્ર ભજવનાર શાકિબે કહ્યું હતું કે મારા માટે આ સિરીઝનું શુટીંગ કરવું એ ખુબ જ મનોરંજક અનુભવ આપનારું રહ્યું છે. ક્રેકડાઉનની બીજી સીઝન માટે હું અત્યંત ઉત્સાહિત છું. તો સાથો સાથ થોડો ચિંતીત પણ છું. કારણ કે બીજી સીઝન માટે અમારા પર ખુબ જ દબાણ છે. પહેલી સીઝનને લોકોએ ખુબ જ પસંદ કરી હતી આ કારણે બીજી સીઝન લોકોની અપેક્ષાએ ઉણી ઊતરે એ માટે અમે ભારે મહેનત કરી રહ્યા છીએ. શ્રિયાએ કહ્યું હતું કે પહેલી સીઝનમાં મેં પહેલી વાર એકશન દ્રશ્યો ભજવ્યા હતાં. દર્શકોએ પહેલી સીઝનને ખુબ પ્રેમ આપ્યો હોઇ અમે તેના આભારી છીએ. બીજી સીઝનને વધુ ઉંચાઇપર લઇ જવા અમે તૈયાર છીએ. મને ફરીથી એકશન મોડમાં આવવાની ખુશી છે. અપૂર્વ લાખીયા અને ટીમ સાથે કામ કરવાનો અનુભવ અદ્દભુત રહ્યો છે.