Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

અરવલ્લી જીલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકએ કોરોના વેક્સીન લીધી

બીજા રસીકરણના તબક્કાના પ્રારંભમાં અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ઉત્સાહ

મોડાસ : રવિવારે કોરોના રસીકરણનો બીજા અને રાજ્ય વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ માટેના પહેલા તબક્કામાં કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમા અરવલ્લી જીલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા પોલીસવડા સંજય ખરાત અને જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનીલ ધામેલીયાએ કોરોના રસી લીધી હતી અને જીલ્લામાં કોરોના રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો

 રાજ્ય પોલીસતંત્રના ૨૫ હજાર કર્મચારીઓને પ્રથમ દિવસે કોરોના કોરોના રસીકરણ કરવામાં આવશે. ચાર દિવસમાં રાજ્યના તમામ સવા લાખ પોલીસ અને સુરક્ષા જવાનોને રસી અપાશે. અરવલ્લી જીલ્લા ફ્રન્ટ લાઈન કોરોના વર્કર્સ અધિકારીઓ અને કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી બીજા રસીકરણના તબક્કાના પ્રારંભમાં અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

જીલ્લાના ફ્રન્ટ લાઈન વર્કર્સને પ્રથમ તબક્કાની રસીકરણનો પ્રારંભ મોડાસા આરોગ્ય કેન્દ્ર ખાતે જીલ્લા આરોગ્ય અધિકારી શ્રીમાળી અને ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પ્રારંભ કરવામાં આવ્યો હતો

(8:49 pm IST)