Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં રોડ સેફટી માસની ઉજવણી દરમિયાન ટ્રાફિક જાગૃતિ પેમ્પ્લેટનું વિતરણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ ઉપર નર્મદા જિલ્લા ટ્રાફિક ટિમ,આરટીઓ અને ગરડેશ્વર પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરાયુ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં હાલ ચાલી રહેલા રોડ સેફટી માસ ની ઉજવણી સંદર્ભે દરરોજ અલગ અલગ ટ્રાફિક જાગૃતિ માટે પોલીસ અને આરટીઓ ટિમ દ્વારા કાર્યકમ રાખવામાં આવતો હોય રવિવારે સવારે નર્મદા જિલ્લા ટ્રાફિક પીએસઆઇ કે.એલ.ગલચર અને ટ્રાફિક સ્ટાફ,નર્મદા આરટીઓ ટિમ સાથે ગરડેશ્વર પીએસઆઇ વસાવા અને પોલીસ ટિમો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ ઉપર વાહન ચાલકો માં ટ્રાફિક જાગૃતિ માટે પેમ્પ્લેટો નું વિતરણ કર્યું હતું.

(10:15 pm IST)