Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

લાછરસ ગામમાં પ્રેમ લગ્ન કરી આવેલ પુત્રી-જમાઈ પર માતાએ હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા ચાર વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં રહેતા વૈશાલીબેન હર્ષદભાઇ તડવી અને સાજનભાઇ વિનુભાઇ તડવી બન્ને પુખ્ત વયના હોય ઘરેથી ભાગી જઇ માંત્રોજ (તા.કરજણ જિ.વડોદરા) ખાતે પ્રેમલગ્ન રજીસ્ટર્ડ કરેલ જેઓ પોતાના ઘરે પરત આવેલ તે દરમ્યાન વૈશાલી ની માતાએ વૈશાલી તથા સાજન ને ગાળો બોલી લાકડી વડે માર મારી ઇજ કરી હતી જ્યારે છોડાવવા વચ્ચે પડેલ દિપીકાબેન તડવી ને પણ લાકડી મારી ઇજા કરી વૈશાલી ને જાનથી મારી નાખવાની ધમકી આપતા પુત્રી વૈશાલી એ માતા મંજુલાબેન હર્ષદ ભાઇ કાનજીભાઇ તડવી,સંદિપભાઇ મોતીભાઇ તડવી, સંગીતા બેન સંદિપભાઇ તડવી તથા રાહુલભાઇ મહેશભાઇ તડવી તમામ (રહે.લાછરસ )વિરુદ્ધ ફરિયાદ આપતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:15 pm IST)