Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સીંગલોટી નાકા પાસેથી રૂ.48,000ના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્શને ઝડપી લેતી દેડિયાપાડા પોલીસ :બે વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના સીંગલોટી નાકા પાસેથી તુફાન ગાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જતા એક શખ્શને ડેડીયાપાડા પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
 હાલમાં તાલુકા જિલ્લા પંચાયતની ચુંટણીઓ જાહેર થયેલ હોય કાયદો અને વ્યસ્થા જળવાઇ રહે તે હેતુસર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિંમકરસિંહએ પ્રોહીબીશન / જુગારના કેસો શોધી કાઢી પ્રોહીબીશન તથા જુગારના દુષણને ડામવા માટે માટે સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર રાજપીપળા ડીવીઝનના માર્ગદર્શન મુજબ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ચૌધર તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં નીકળેલા હતા તે વખતે બાતમી મળેલ કે,તુફાન ગાડી નંબર GJ - 16 - W - 4532માં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરેલ જથ્થો ભરીને મહારાષ્ટ્ર ડેડીયાપાડા થઈ રાજપીપળા તરફ જવાની છે ,જે બાતમી આધારે સીગલોટી જંગલ ખાતાના ચેકીંગ નાકા પાસે નાકાબંધી કરતા તુફાન ગાડી નંબર GJ - 16 - w 4532 માં દારૂના ક્વાટરીયાની પેટીઓ નંગ -૧૦ જે એક પેટીમાં કુલ .૪૮ નંગ લેખે કુલ ૧૦ પેટીમાં ૪૮૦ નંગ કી.રૂ : ૪૮,૦૦૦ તથા રોકડા રૂ .૩૭૪૦  તથા તુફાન ગાડી કિ.રૂ .૩,૦૦, ૦૦૦ મળી કુલ કિ.રૂ.૩,૫૧,૭૪૦નો પ્રોહી. મુદામાલ ભરી લઇ ( ૧ ) અક્ષયભાઈ ભરતભાઇ વસાવા( રહે. ધારીખેડા તા.નાદોદ જી,નર્મદા )પકડાઇ જઇ તથા ( ૨ ) મનીષભાઇ ઉર્ફે મનોહરભાઈ મંગુભાઈ વસાવા( રહે જીનબજાર,રાજપીપળા) તથા( 3 )ફીરોજખાન લાલુખાન ઘોરી (રહે.સીધીવાડ,રાજપપીપળા) ને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:19 pm IST)