Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

મહિલા સામખ્ય,નર્મદા દ્વારા નાંદોદ/ગરૂડેશ્વર તાલુકામાં રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મહિલા સામખ્ય ગુજરાત સોસાયટી દ્વારા ઘણા સમયથી મતદાન જાગૃતિ અભિયાનની કામગીરી કરવામાં આવી રહી છે.
 વર્ષ-૨૦૧૨થી મતદાન યાદી સુધારણા કાર્યક્રમ માટે સતત સંઘ/મહાસંઘની બહેનો સાથે જાગૃતિનું કામ કરી રહ્યા છે, ત્યારે “રાષ્ટ્રીય મતદાન દિવસની” મહિલા સામખ્ય નર્મદા કચેરી દ્વારા નાંદોદ/ગરૂડેશ્વર તાલુકો તથા ગ્રામ્ય કક્ષાએ  રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં માછી કેતલબેન એસ (જે.આર.પી)દ્વારા ચૂંટણી કાર્ડનું મહત્વ મતદાનનું મહત્વ ફોર્મ નં-૬,૭,૮,અને ૮ ક ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.સાથે મતદાન જાગૃતિના ભીતસૂત્રો કાર્યક્રમમાં વધુમાં વધુ કિશોર- કિશોરીઓ હાજર રહે એવો પ્રયત્ન કરાયો સાથેજ સરપંચ તથા ચૂંટણી કાર્ડની કામગીરી કરતા BLO પણ ભાગીદારી નોધાવે એ મુજબ કામગીરી કરવામાં આવી હતી

 
(10:26 pm IST)