Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કિશોરીના અપહરણ મામલે બાળ રિમાન્ડ ગૃહમાંથી છૂટયા બાદ ટીનેજર્સે એ જ કિશોરી પર દુષકર્મ ગુજાર્યું

કિશોરીની માતાએ ફરિયાદ કરતા સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદ: જે કિશોરીના અપહરણ મામલે કાયદાના સંઘર્ષમાં આવેલો ટીનેએજર્સ એક મહિના પહેલા જ બાળ રિમાન્ડ ગૃહમાંથી છૂટ્યો તે કિશોરી પર દુષ્કર્મ આચરી પોલીસ અને પરિવારજનોને ચોંકાવી દીધા હતા.આ અંગે કિશોરીની માતાએ ફરિયાદ કરતા સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  આ અંગેની વિગત મુજબ શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા રાજાવીર સર્કલ પાસે રહેતી 15 વર્ષીય રેશ્મા (નામ બદલ્યું છે) ગત શનિવારે બહેનપણીને મળવા જવાનું કહી ઘરેથી નિકળી હતી. જો કે બે કલાક સુધી પુત્રી ઘરે ના આવતા માતાએ રેશ્માની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન રેશ્મા મહાવીર કસરત શાળા સામે બેઠી હોવાની જાણ માતાને થઇ હતી

  માતાએ પુત્રીને લઈ ઘરે પહોંચ્યા બાદ પૂછપરછ કરી હતી. રેશ્માએ માતાને જણાવ્યું કે, અગાઉ આપણી સાથે રહેતો સંજય (નામ બદલ્યું છે) કે જે મને પહેલાં બળજબરીથી લઈને ભાગી ગયો હતો. તે સંજયે મને સહેલીના ફોનથી ફોન કરીને મળવા માટે બોલાવતા,હું તેને મળવા માટે ગઇ હતી. સંજય બાદમાં મને રીક્ષા માં બેસાડી એક જર્જરીત મકાનમાં લઇ ગયો હતો. ત્યાં અમે બન્ને વાતચીત કરી રહ્યા હતા. દરમિયાન સંજયે મારી સાથે અડપલાં શરૂ કર્યા હતા. જો કે, મે તેનો પ્રતિકાર કરતા સંજયે બળજબરીપૂર્વક મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તે મને રીક્ષામાં કસરત શાળા પાસે ઉતારી ફરાર થઈ ગયો હતો

  પુત્રીની વાત સાંભળી રેશ્માની માતા સરદારનગર પોલીસ સ્ટેશન પહોંચી અને સંજય વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ભોગ બનનાર કિશોરી રેશ્માનું મેડિકલ ચેકઅપ કરાવી પોલીસે ફરાર સંજય વિશે તપાસ શરૂ કરી છે

પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ સંજય વિરૂધ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં રેશ્માનું જ અપહરણ કરવાનો ગુનો અગાઉ પરિવારજનોએ નોંધાવ્યો હતો. આ મામલે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા સંજયનો જવાબ લઈ તેને બાળ રિમાન્ડ હોમમાં મોકલી આપ્યો હતો. એક મહિના પહેલા બાળ રિમાન્ડ હોમમાંથી છૂટેલા સંજયએ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું

(11:30 pm IST)