Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

અરવલ્લી LCB પોલીસ પર હુમલો કરનાર હિસ્ટ્રીશીટર દિપક ઓડ પાસા હેઠળ સુરતની લાજપોર જેલહવાલે

અરવલ્લી: ત્રણ મહિના અગાઉ અરવલ્લી જિલ્લા પોલીસવડાના હેડ કવાર્ટર ખાતે આવેલી એલસીબી પોલીસ કચેરીમાં બુટલેગરો દ્વારા પોલીસકર્મી ઉપર કરાયેલ ઘાતકી હુમલાની ઘટનાએ રાજયભરમાં ચકચાર મચાવી હતી. ચારેય હિસ્ટ્રીશીટર શખ્શોએ યોજનાબદ્ધ રીતે પોલીસપર હુમલો કરી નાસી છૂટવા પ્લાન બનાવ્યો હતો. જેમાં બે બુટલેગર ઉંઘી જવાનું નાટક કર્યું હતું અને અખિલેશ દુબેની પૂછપરછ ચાલુ હતી ત્યારે પોલીસકર્મીઓની ચહલ પહલ ઓછી થતાની સાથે વસીમે પઠાણે દારૂની બોટલ વડે હુમલો કરી દીધો હતો અને ચારેય આરોપીઓ કસ્ટડીમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો પણ અન્ય પોલીસકર્મીઓએ પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો. અસામાજિક તત્વોની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા સારૂં જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના આદેશ અનુસાર એલસીબી પોલીસે ચારેય બુટલેગર સામે પાસા હેઠળ દરખાસ્ત રજૂ કરતા જીલ્લા મેજિસ્ટ્રેટે અમદાવાદ ઓઢવ સાંઈ મંદિર નજીક રહેતા દિપક શિવલાલ ઓડની દરખાસ્ત મંજુર કરતા એલસીબી પીઆઈ આર કે પરમારે દિપક ઓડની પાસા હેઠળ અટકાયત કરી સુરતની લાજપોર જેલ હવાલે કરી દીધો હતો.

એલસીબી પીઆઈ આર કે પરમાર અને તેમની ટીમે ગાજણકંપા નજીકથી ક્વાલીસ કારમાંથી ૧.૬૮ લાખનો દારૂ અને ક્વાલીસ કારનું પાયલોટિંગ કરતી સફારી કાર જપ્ત કરી અમદાવાદની ફ્રેક્ચર ગેંગ ના ૧)વસીમ સમીમ પઠાણ ,૨) અખિલેશ કમલેશપ્રસાદ દુબે,૩)દિપક શિવલાલ ઓડ,૪) રાકેશ ઉર્ફે મુન્નો છત્રસિંહ ઠાકોર ની ધરપકડ કરી હતી ૫)સોનુ ઉર્ફે ધાધરા ફરાર થઇ ગયો હતો. એલસીબી પોલીસે ૫ શખ્શો સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી ૪ આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથધરી હતી. એલસીબી પોલીસે એલસીબી ઓફિસમાં ૪ નામચીન શખ્સોની પૂછપરછ હાથધરી હતી.

(11:47 am IST)