Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ડીજીપી આશીષ ભાટીયા દ્વારા વેકસીન કાર્યનો ગુજરાત પોલીસ તંત્રમાં શુભારંભ

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના સી.પી. સાથે જોઇન્ટ અને એડી. સી.પી.થી લઇ પોલીસ ફોજે ઉત્સાહ સાથે વેકસીન લીધી : આઇપીએસ અધિકારીઓ સાથે આઇએએસ અધિકારીઓ પણ એક સાથે જોડાઇ તમામ વિભાગો માટે એક વિશેષ સંદેશ આપી અફવા પર પૂર્ણવિરામ મુકવા પ્રયાસ

રાજકોટ તા.૧, તબીબો અને આરોગ્ય સ્ટાફને વેકિસન આપ્યા બાદ લોકોને સલમત રાખવા પોતાના જાનના જોખમે ફરજ બાજવતા પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફને વેકિસન આપવાનો બીજા તબક્કાનો પ્રારંભ ઉમંગ અને ઉત્સાહ ભેર થયેલ.                                         

 વેકિસન વિશેની જે સાચી ખોટી માન્યતા પ્રવર્તે છે તે સંદર્ભે રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા જાતે જ પ્રથમ વેકિસન લય પ્રારંભ શુંભારંભ કરાવતા પોલીસ તંત્રમાં હર્ષ ભેર સહુ જોડાયા હતા. 

  મુખ્ય પોલીસ વડાં માફક DGP લેવલના અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ અને જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચોધરી સહિત એડી.સીપી જોડાયા હતા.     

માત્ર પોલીસ તંત્ર જ નહિ રાજ્ય ભરના અન્ય સરકારી તંત્રને પ્રેરણા મળે તે માટે હંમેશ પોતાના કર્યો દ્વારા મોખરે રહી મોતિવેટ કરતા કલેકટર સંદીપ સાગલા  ડીડીઓ અને અરુણ બાબુ પણ જોડાયા હતા.                      

  સુરતને ક્રાઇમ અને ડ્રગ્સ ફ્રી કરવાનું અભિયાન ચલવનાર અને ગ્રહ મંત્રાલય દ્વારા જેમની ટીમની કામગીરીથી પ્રભાવિત થઈ એક લાખનું ઇનામ આપેલ છે તેવા સીપી અજય કુમાર તોમર અને કલેકટર ધવલ પટેલ સાથે કોરના મહામારી સમયે ખૂબ જહેમત લેનાર મહાનગરપાલિકા કમિશનર બંછા નિધિ પાની અને ડીડીઓ સાથે એડી.પોલીસ કમિશનર એચ. આર.મૂલિયાણા સહિતના અધિકારીઓ જોડાયા હતા. 

 ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ કરી ગુનેગારો સામે લડત ચલાવતા ટેકનો સેવી રાજકોટ સીપી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ સીપી ખુરશીદ અહમદ સહિતના અફસરો જોડાયેલ.  

 બિચ્છુ ગેંગ માફક કોરોનાની વિશ્વ વ્યાપી મહામારી સામે પોતે તથા પોતાની ફોજ ને સજ્જ કરવા વેકિસન લઇ ઉત્સાહ વધારેલ. આતો ફકત દ્રષ્ટાંત છે રાજ્ય ભરમાં ફિલ્ડ મા જેવોને ફરજ બજાવવાની છે તેવા   અફસરો અને જે સ્ટાફને લોકો વચ્ચે રહી ફરજ બજાવવાની છે તેઓ પોલીસ સ્ટાફ પણ ઉમંગ ઉત્સાહ સાથે જોડાયેલ.

(12:53 pm IST)