Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

જીવનના છેલ્લા શ્વાસ સુધી સજા અને એક લાખનું ઇનામ હતું તેવો ફરારી આરોપી અંતે સકંજામાં

ત્રણ હત્યાનો આરોપી મિલિન્દ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ છુપાયેલઃ વલસાડ એસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં પીઆઇ વી.બી. બારડ ટીમને વધુ એક ફતેહ મળી

 રાજકોટ તા.૧,  મુખ્ય પોલીસ વડાં આશિષ ભાટિયા દ્વારા નાસ્તા ફરતા  આરોપીઓને પકડવા ચાલતી રાજય વ્યાપી ઝૂબેશ અંતર્ગત આઇજી રાજકુમાર પાંડિયનના સૂચન મુજબ ચાલતી ઝૂબેંશમાં વલસાડ પોલીસને વધુ એક જવલંત સફળતા સાંપડી છે. 

 એસપી રાજદીપ સિહ ઝાલાની રાહબરી હેઠળ SOG પીઆઈ વી.બી.બારડ ટીમના દ્વારા આવા આરોપી વિરૂદ્ઘ બાતમીદારો અને ટેકનિકલ સોર્સ કામે લગાડ્યા હતાને આ દમિયાન પોલીસમેન ખુમાનસિંહને બાતમી મળી કે ત્રણ હત્યાનો સુરત જેલમાંથી ફરારી આરોપી વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં છપાયો છે.  

 આરોપી મિલિન્દ અંગે વિશેષ તપાસ કરતા તેને જીવનના છેલ્લા શ્વાસ સુધી સજા અને એક લાખ દંડ થયેલ.આમ વડોદરામાંથી ઝડપી લેવાયેલ.

મજદુર આરોપી પેરોલ જમ્પ કર્યા બાદ નાસિક અને શીરડી ગયેલ હતો. ત્યાંથી મુંબઇ ગયે ત્યારબાદ જુનાગઢ, સુરેન્દ્રનગર, વડોદરા, સુરત વિગેરે જગ્યાએ રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, તથા ધાર્મિક સ્થળો ઉપર કરતો હતો અને લોકડાઉન દરમ્યાન ત્રણ મહીના સુધી હરીદ્વાર ખાતે સળંગ રોકાયેલ હતો મજકુર આરોપી પોલીસ બચવા માટે બે થી ત્રણ દિવસમાં સ્થળ બદલી કરી નાખતો હતો. મજકુર આરોપી રાહદારી લોકોને ઘરે જવા પૈસા જણાવી લોકો પાસેથી પૈસા મેળવતો હતો જે રૂપીયા પોતાના અંગત ખર્ચા માટે ઉપયોગ કરતો હતો. શ્રી વી.બી.બારડ પોલીસ ઇન્સ્પેકટર, શ્રી કે.જે.રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેકટર, શ્રી અમીરાજસિંહ રાણા પોલીસ સબ ઇન્સ્પેકટર, તથા એસ.ઓ.જી વલસાડ શાખાના અ.હે.કોન્સ અશોક રમાશંકર શર્મા, આ.હે.કોન્સ સયદ બાબનભાઇ વાઢુ, અ.પો.કો ખુમાનસિંહ જયસિંહ ગરાસીયા નાઓ જોડાયેલ હતા.

(3:47 pm IST)