Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ફરી વાર મિક્ષોપથીનો ઇન્‍ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા વિરોધ વંટોળઃ આજથી 14 સુધી વારાફરતી ભૂખ હડતાલ

અમદાવાદ: આજથી ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ફરી એકવાર મિક્ષોપથીનો વિરોધ શરૂ કરાયો છે. આયુર્વેદના અનુસ્નાતક પદવીધારકો જનરલ સર્જરી કરી શકે તે નવા બદલવાનો એલોપથી તબીબો વિરોધ કરી રહ્યા છે. દેશવ્યાપી ભૂખ હડતાળ અને વિરોધ પ્રદર્શનોના માધ્યમથી તબીબોએ મિક્ષોપથીનો વિરોધ શરૂ કર્યો છે.

IMA ના એલાનને પગલે ગુજરાત બ્રાન્ચ તરફથી પણ ભૂખ હડતાળ અને વિરોધ કાર્યક્રમોને સમર્થન આપવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ ભાગોમાં 1 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વારાફરતી ભૂખ હડતાળ કરાશે. આજે અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે 20 જેટલા મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા તબીબો અમે વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળ શરૂ કરી છે. 4 દિવસ અમદાવાદમાં ત્યારબાદ સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરમાં તબીબો ભૂખ હડતાળ કરી CCIM એક્ટનો વિરોધ કરશે.

કેન્દ્ર સરકાર તરફથી આયુર્વેદીકના તબીબોને 58 જેટલી શસ્ત્રક્રિયા કરવાની પરવાનગી આપવામાં આવ્યા બાદથી એલોપથીના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે CCIM એક્ટના માધ્યમથી જે શસ્ત્રક્રિયાઓની આયુર્વેદિક તબીબોને મંજૂરી આપી છે, તે મંજૂરી કેન્દ્ર સરકાર પરત લે તેવી IMA તરફથી માંગ કરાઈ રહી છે. આયુર્વેદીકના તબીબો જો શસ્ત્રક્રિયા કરશે તો ભવિષ્યમાં આરોગ્ય સુવિધાઓ જોખમાશે તેવો IMA તરફથી ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.

(5:08 pm IST)