Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

વડોદરા:ડભોઇ-બોડેલી રોડ નજીક પોલીસને જોઈ ગાડી મૂકી શખ્સ રફુચક્કર:તપાસ દરમ્યાન ગાડીમાંથી બિયરનો જથ્થો મળી આવ્યો

વડોદરા:જિલ્લાના ડભોઇ તાલુકાના ગોપાલપુરા ગામ પાસે જિલ્લા એલસીબીનો સ્ટાફ આજે સવારે વાહન ચેકિંગ કરતો હતો ત્યારે પોલીસને જોઇ ગાડી મૂકીને ચાલક ભાગ્યો હતો. પોલીસના માણસોએ  ભાગી ગયેલા શખ્સનો પીછો કર્યો હતો પરંતુ તે ખેતરોની ઝાડીઓમાં ભાગી જવામાં સફળ રહ્યો  હતો. 

પોલીસે નંબર વગરની ફોર્સ કંપનીની તુફાન ગાડીમાં ચેક કરતા દારૃ અને બીયરનો જથ્થો મળ્યો હતો. પોલીસે દારૃ-બીયરનો જથ્થો અને ગાડી મળી કુલ રૃા.૩.૬૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ અંગે ડભોઇ પોલીસમાં ગુનો દાખલ થતા પોલીસે નંબર વગરન

ગાડીના એન્જિન નંબરના આધારે તેના માલિક અને દારૃની હેરાફેરી કરનારાને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે.

(5:26 pm IST)