Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સુરતના વેસુમાં ટ્રક ભાડે આપવાની લાલચ આપી એજન્ટ 5.10 લાખનો સામાન કાઢી લઇ છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરમાં વેસુના કાર્ટીંગ એજન્ટની બે ટ્રકને ભાડે અપાવવાની લાલચ આપી ભરૂચના કમિશન એજન્ટે ટ્રકમાંથી નવા ટાયર, બેટરી, એન્જિન પંપ સહિતનો 5.10 લાખનો સામાન કાઢી લઇ વિશ્વાસઘાત કરતા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે.

વેસુની હેપ્પી રેસીડન્સીમાં રહેતા કાર્ટીગ એજન્ટ હેમીશ શશીકાંત પારેખજી (ઉ.વ. 48) એ કાર્ટીગ એજન્ટ મિત્ર અંકુર મારવણીયા હસ્તક પોતાની હાઇવા ટ્રક નં. જીજે-5 બીયુ-4555 અને હેવી ટ્રક નં. જીજે-21 વી-1400 ને ભાડેથી આપવા સોએબ અફઝલખાન પઠાણ (રહે. કપલસાડી, જિ. ભરૂચ) નો સંર્પક કર્યો હતો. હેમીશે સોએબ સાથે અંકુરની ઉધના-મગદલ્લા રોડ સ્થિત સોસીયો સર્કલ ખાતે આર્શીવાદ સ્કેવર કોમ્પ્લેની ઓફિસમાં મિટીંગ કરી બંને ટ્રકને મુંબઇ-હાજીઅલીની પાર્ટીને 2.70 લાખથી ભાડે આપવાનું નક્કી કર્યુ હતું. સોએબે ભાડુ દર 7 દિવસે ચુકવવાનું કહી એડવાન્સ પેટે 50 હજારનો ચેક આપી એગ્રીમેન્ટ બનાવવાનું કહ્યું હતું. બીજી તરફ સોએબે હેમીશની બંને ટ્રકની કંડીશન ખરાબ હોવાનું કહી ટાયર બદલાવ્યા હતા. હેમીશે ટાયર બદલાવી બંને ટ્રક સોએબના ડ્રાઇવરને સોંપી હતી. સાત દિવસમાં પેમેન્ટ નહીં ચુકવતા હેમીશે સોએબનો સંર્પક કર્યો હતો પરંતુ સંર્પક થઇ શક્યો ન હતો. જેથી હેમીશે બંને ટ્રકના જીપીઆરએસ લોકેશન ચેક કરતા એક ટ્રકનું લોકેશન મહારાષ્ટ્રના બેલાપુર અને બીજી ટ્રકનું મુંબઇની એક્તા હોટલ પાસે હતું. 

(5:28 pm IST)