Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કોરોના પોઝિટિવ ઉમેદવારે PPE કીટ પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી ફોર્મ ભરવા આવવું પડશે

જો ઉમેદવારના શરીરનું 100થી વધુ તાપમાન હોય તો 15 મિનિટ છાંયડામાં બેસાડવા અને બાદમાં તાપમાન ચકાસવાનું રહેશે

અમદાવાદ : આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી થવા જઈ રહી છે. જેને લઈ તમામ પક્ષો દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી દેવામં આવી છે. જો કે, આજથી મહાનગરપાલિકામાં ઉમેદવારી પત્રો ભરવાની શરુઆત થઈ ગઈ છે. જો કે, કોરોના પોઝિટિવ ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે PPE કીટ પહેરીને આવવાનું રહેશે. કલેક્ટર ઓફિસમાં આજે સવારથી ઉમેદવારીપત્રો ભરવા માટે લોકો આવી રહ્યા છે. કલેક્ટર ઓફિસમાં 16 જેટલા રિટર્નિંગ ઓફિસર મુકવામાં આવ્યા છે.

 આ અંગે અમદાવાદ કલેક્ટર સંદિપ સાગલે જણાવ્યું છે કે, આજથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. અલગ અલગ રિટર્નિંગ ઓફિસર પાસે ચૂંટણી ફોર્મ લેવા ઉમેદવારો આવી રહ્યાં છે. ચૂંટણીને લઈને પણ તમામ પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલે રવિવારે રજા હોવા છતાં રાજકીય પક્ષો સાથે ચૂંટણી લઈ ચર્ચા કરવામાં આવી હતી અને તમામ બાબતોનું ધ્યાન રાખવા જાણ કરવામાં આવી હતી

મતદાન મથકો પર EVM મુકવાની તેના ટેસ્ટિંગ વગેરેની પ્રકિયા પણ આ અઠવાડિયામાં શરૂ થઈ જશે. કોરોનાને લઈ ચૂંટણી ફોર્મમાં તબીબી પ્રમાણપત્ર લાવવા જરૂરી છે. ઉમેદવાર જે દિવસે ફોર્મ ભરવા આવે ત્યારે પોતે સ્વાસ્થ્ય છે કે નહીં તેને લઈ આ પ્રમાણપત્ર આપવાનું રહેશે.

હાલ રાજયમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, સાવચેતીના ભાગરુપે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ઉમેદવારે ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં ચૂંટણી અધિકારી અને નોડલ ઓફિસર આરોગ્યને જાણ લેખિતમાં કરવાની રહેશે. તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.કોરોના પોઝિટિવ ઉમેદવારે PPE કીટ પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે ફોર્મ ભરવા માટે ચૂંટણી અધિકારી સમક્ષ આવવાનું રહેશે.

બને ત્યાં સુધી કોરોના પોઝિટિવ ન હોય એવી વ્યક્તિએ ઉમેદવારી પત્ર રજૂ કરવાનું રહેશે. ફોર્મ ભરવા આવે ત્યારે જો ઉમેદવારના શરીરનું 100થી વધુ તાપમાન હોય તો તેમને 15 મિનિટ છાંયડામાં બેસાડવા અને બાદમાં તાપમાન ચકાસવાનું રહેશે. બાદમાં પણ જો તાપમાનમાં ફેર ન પડે તો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. રાજય ચૂંટણી આયોગ દ્વારા આ તમામ ગાઇડલાઇન અનુસરવા સૂચના આપવામા આવી છે.

(7:04 pm IST)