Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

૬ કોર્પોરેશન સહિત સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાના ૮૦૦૦ ઉમેદવારો પસંદ કરવાની કસરત ચાલુ

આવતીકાલે અને પરમ દિવસે પણ ભાજપ સંસદીય બોર્ડની બેઠક ચાલુ રહેશે

ગુજરાત ભાજપની પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠક ગાંધીનગરમાં આજે ચાલી રહી છે આગામી૬ કોર્પોરેશનોની ચુંટણી માટેના ઉમેદવારો નકકી કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ બેઠક આવતીકાલે તા.ર અને ૩ના પણ ચાલુ રહેશે.

આજની બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્‍ય મંત્રી નિતીનભાઇ પટેલ અને સભ્‍યો જોડાયા છે. ૬૦ વર્ષ ઉપરના ૩ વખત ચુંટાઇ આવેલા અને નેતાઓના સગા-સંબંધીઓને ટિકીટ નહિ આપવાનો મહત્‍વનો નિર્ણય લેવાતા હાલના અનેક કોર્પોરેટરોની ટિકીટો કપાઇ ગઇ છે. નવાને તક મળશે.

કોર્પોરેશનો અને તાલુકા-જિલ્લા પંચાયતો માટે મુખ્‍ય મંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસે ૮૦૦૦ ઉમેદવારો પસંદ કરવા મેરેથોન મીટીંગો ચાલી રહી છે.

(8:18 pm IST)