Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

શારીરિક સબંધ બાંધીને પ્રેમીએ દગો કરતા પ્રેમિકાનો આપઘાત

પંચમહાલ જિલ્લાના હાલોલની ઘટના : શક્તિપુરા નર્મદા કેનાલ પાસેથી યુવતીની લાશ મળી, પોલીસે શખ્સ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

ગોધરા, તા. : 'હેલો આઇ એમપ.આજે મારી લાફઇનો લાસ્ટ ડે છે હું સુસાઇડ કરવા જઇ રહી છુંલ્લ આવા ઉદ્દબોધન સાથે ચાર પેજની નોટ લખીને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની ઘટના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં બની હતી. સુસાઇડમાં નોટમાં લખેલી વિગતો જોતા વીસ વર્ષની વિદ્યાર્થીની સાથે તમામ પ્રકારના સબંધો રાખીને પ્રેમીએ દગો કર્યો હોવાનું સ્પષ્ટ થતાં હાલોલ પોલીસે પ્રેમી યુવાનની સામે મૃતક વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને છાશવારે બળાત્કાર ગુજાર્યા બાદ, યુવતીનો મોબાઇલ નંબર સુદ્ધા બ્લોક કરી દઇને ઇજ્જત કાઢીને મરવા માટે મજબુર કરી દુષ્પ્રેરણા આપી હોવાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી રૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલોલ તાલુકાના કોપરેજ ગામે રહેતી વીસ વર્ષ ની વિદ્યાર્થીની હાલોલની એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતીતારીખ ૨૫મી  જાન્યુઆરીના રોજ ઘરેથી કોલેજ જવા નીકળી હતી. બપોર બાદ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતોતેના પરિવારજનોએ તેની શોધખોળ રૂ કરી હતીમિત્રો તથા સંબંધીઓમાં પૂછપરછ કરી હતી. હાલોલ નજીક રામેશરા પાસે નર્મદા કેનાલના સિક્યુરિટીને પણ યુવતી ગુમ થયા અંગેની ફોનથી જાણ કરી હતી. તેની સાથે સાથે તેઓ હાલોલ પોલીસ સ્ટેશન ગુમ થયા અંગેની જાણ કરવા જતા હતાતે દરમિયાન પરિવારને જાણ થઈ કે કાલોલ શક્તિપુરા નર્મદા કેનાલ પાસે ગેટ નજીક એક યુવતીની લાશ પાણીમાં ઉંધી તરી રહી છે. જ્યારે સ્થળ ઉપર પહોંચતા કપડાં ઉપરથી તેના પિતાએ તેની લાશ ઓળખી હતી.

અંગેની તાત્કાલીક કાલોલ પોલીસ મથકે જાણ કરતા પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે મુકાવી હતી. જેમાં પાણી પી જવાથી શ્વાસ રૃંધાઇ જવાથી મોત થયાનું કારણ જણાવ્યું હતું. દરમિયાન વિદ્યાર્થીના પિતરાઇએ પુના ખાતે રહેતી તેની બહેનને વોટ્સ અપ ગ્રુપમાં મૃતક વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટ મુકી હોવાની વિગતો જણાવી હતી. જે સુસાઇડ નોટ તેઓને ફોરવર્ડ કરતા સુસાઇડ નોટ જોતા અંગ્રેજીમાં મરનાર યુવતી પોતે સુસાઈટ કરવા જઈ રહી હોવાનું તથા સુસાઈડનું કારણ ગામના એક યુવાન રાહુલકુમાર નગીનભાઈ સોલંકી સાથેની રિલેશનશિપ હોવાનું જણાવ્યું હતું.

સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, રાહુલે ખોટી ખોટી વાતોમાં ફસાવી તેને દરરોજ મળી શારીરિક સંબંધો બાંધતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેને પ્રેમ સમજી બેઠી જ્યારે તેના ઉપર ખૂબ વિશ્વાસ કર્યો  હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મારૂ ફ્યુચર અને કેરિયર મારા પપ્પાના સપના વિશ્વાસ બધું ખતમ કરી નાખ્યું એટલે મેં તેના અને મારા ફોટા અપલોડ કરી દીધા તેને મારો ઉપયોગ કરી અન્ય યુવતી સાથે લગ્ન કરવા માટે મારી ગંદી વાતો કરી એક સેકન્ડમાં મને છોડી દીધી  હોવાનું પણ વિદ્યાર્થીનીએ જણાવ્યુ હતુ.

યુવતીને તેનો પ્રેમી અન્ય યુવતી સાથે સંબંધો બાંધતા  ઇગ્નોર કરતો હતો. ઉપરાંત યુવતીનો વોટ્સએપ નંબર પણ બ્લોક કરી દીધો હોવાની હકીકતો જણાવી પોતાના હાથે લખેલી અક્ષરવાળી સુસાઇડ નોટ લખી વિદ્યાર્થીનીએ પુના સ્થિત વોટ્સએપ ગ્રુપમાં સુસાઇડ નોટ મૂકી હતી.

જેના પગલે યુવતીના પરિવારજનોએ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતીપોલીસે લગ્ન કરવાના સપના દેખાડી અવાર નવાર મળી શારીરિક સંબંધો બાંધી અન્ય યુવતી મળતા તરછોડી થઈ તેનો નંબર બ્લોક કરી દેતા લાગી આવતા અને ઈજ્જત કાઢી મરવા માટે મજબૂર કરી દેવાની દુષ્પ્રેરણા બદલનો ગુનો દાખલ કરી વધુ તપાસ રૂ કરી છે. પ્રેમી યુવકને કાલોલ પોલીસ મથકે હસ્તગત કરી કોરોના ટેસ્ટ માટે મોકલી આપવાની તજવીજ રૂ કરી છે.

હેલ્લો, આઈ એમપ..... આજે મારી લાઈફનો લાસ્ટ ડે છે. હું સુસાઈડ કરને જા રહી છું. હું કોપરેજ ગામથી બિલોંગ કરું છું. મારું સુસાઈડ કરવાનું રિઝન રિલેશનશીપ છે. મારું કોપરેજ ગામના સોલંકી રાહુલકુમાર નગીનભાઈ છે. એક્ચ્યુલી તેને મારી સાથે સેક્સુઅલ રિલેશન છે. તેને મને ખોટી ખોટી વાતોમાં પહેલા તો ફસાઈ. તે ડેઈલી મને મળતો હતો અને સેક્સ કરતો હતો. હું આને લવ સમજી બેઠી.તેને મારી સાથે વન યર ઉપર રિલેશનશીપ રાખ્યા. જ્યારે તો તેને કહ્યું કે તારે જે કરવું હોય તે કરી શકે છે એમ અને ગામમા તેને વાત કરી કે હું તેની સાથે મેરેજ માટે બ્લેકમેલ કરુ છું. આવી રીતે અને બીજું કે હું તેના પૈસા જોઈને તેની લાઈફમાં આયેલી વાત કરી તેના કારણે હું ગામમાં ફેસ દેખાડવા લાયક નથી રહી તો હું કામ કરું છું.

તેની લાઈફમાં બીજી ગર્લ્સ આઈ તો મને ઈગ્નોર કરવા લાગ્યો. મારું વોટ્સએપ નંબર બ્લોક કરી દીધું. તેના મારા પહેલા પણ બવ ગર્લ્સ હતી. લાઈફમાં મને ખબર નહોતી કે તે ગર્લ્સનો યુઝ કરીને છોડી દે છે. જ્યારે મે તેને કીધું તો તે બહાના બનાવા લાગ્યો તો મારી પાસે ફોટોઝ હતા તો અપલોડ કર્યા હતા. તો તેને પણ ફોટો હાતા મારા ફોનમાં તેને ડિલિટ કરવા માટે તો મને મળ્યો હતો. ૨૨ જાન્યુઆરી રિસ્ટાર્ટ કરીને છોડી દીધી રસ્તામાં અને તેને મારો બહુ યુઝ કર્યો હતો એટલા માટે હું છોડી શકી નહીં. મેં ફર્સ્ટ ટાઈ કોઈના પર ટ્રસ્ટ કર્યો તેના માટે મારું કેરીયર, ફ્યુચર મારા પપ્પાના ડ્રીમ, ટ્રસ્ટ બધું ઓવર કરી નાખ્યું હતું. એટલા માટે મેં તેના અને મારા ફોટોઝ અપલોડ કરી દીધા બિકોઝ તેને મારો યુઝ પણ કર્યો અને ગામમાં મારી ગાંડી વાત કરતો હતો. મને ખબર નહતી. તેને મારા માટે મને સેકન્ડમાં મરવા માટે છોડી દીધી. તેને ખબર છે હું કામ કરવાની છું. મે ગામમાં તો શું મારી ફેમિલીને ફેસ દેખાડવા નથી રહી બિકોઝ પપ્પાને પ્રોમિસ કર્યું હતું કે મતારી ઈમેજ ખરાબ નઈ થવા દઉં. તમને કોઈ કમ્પલેન નઈ આવે.

બટ હુ સ્ટડી માટે પૂના ગઈ હતી તે બોયઝ માટે હું ઘરે આઈ ગઈ બટ મારો યુઝ કરતો હતો. મને ખબર નહતી હુ મારી ફેમિલીને માફી માગુ છું કે તમારી ઈમેજ ખરાબ કરી. ઓલ ગર્લ્સ પ્લીઝ કોઈ બોયઝ માટે પપ્પાના ડ્રીમ પર પાણી ના ફેરવતાં એન્ડ પ્લીઝ ઓલ બોયઝને હું રિક્વેસ્ટ કરું છું પોતાના ટાઈમપાસ હવસ પૂરવા કરવા માટે કોઈ ગર્લ્સની

લાઈફ ઓવર ના કરશો.મેં તે બોયઝ માટે મારી લાઈફ ઓવર નથી કરતી બટ હુ ક્યાંય ફેસ દેખાડવા લાયક નથી છોડી તેને અને ફેમિલીનો ટ્રસ્ટ તોડ્યો છે, એટલા માટે હું સ્ટેપ ભરું છું. તેની લાઈફ મા હું તેના પર ટ્રસ્ટ કરીને ગઈ હતી બટ તેને ફાયદો ઉઠાવી અનલિમિટેડ સેક્સ કર્યો છે. તેનું કામ પૂરું થતાં મને છોડી દીધી અને મારી ગામમાં ગંદી વાત કરી તેનાથી મારી ફેમિલીની ઈમેજ ખરાબ થઈ તેનું રિઝન હું છું. તો મારી લાઈફ અહીંયા સ્ટોપ કરી દઉ છું.

(9:23 pm IST)