Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

વર્લ્ડ ક્લાસ ફિનટેક હબ ગિફ્ટ સિટીમાં બનશે

કેન્દ્રના બજેટમાં ગુજરાતને નવું નજરાણું : કેન્દ્રએ જાહેર કરેલાં બજેટમાં ગુજરાતમાં રોજગારીની નવી તકો ઉભી થશે એવા આશાવાદ વ્યક્ત કરાયો છે

અમદાવાદ, તા. : આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદ ભવનમાં મોદી સરકારનું વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કર્યું. મોદી સરકારનું ૯મું બજેટ છે, અગાઉ મોદી સરકાર કેન્દ્રમાં રહીને વખત દેશ માટે બજેટ રજૂ કરી ચુકી છે. જોકે, કોરોના કાળમાં રજૂ કરાયેલાં બજેટમાં ગુજરાત માટે ખાસ ખુબખબરી છે. નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી છેકે, ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે નવું ફિનટેક પાર્ક બનાવવામાં આવશે. જેના કારાણે અંદાજે દોઢ લાખ કરતા વધારે લોકોને નોકરીની તક મળશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે જાહેર કરેલાં બજેટમાં વિવિધ મુદ્દાઓ અંગે વાત કરી. જેમાં ખાસ કરીને ગુજરાત માટે પણ મોટી જાહેરાત કરીગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ) ભારતનું સર્વપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર છે. ગિફ્ટની સંરચના પાછળનો મુખ્ય હેતુ IFSC, મલ્ટિ-સર્વિસીઝ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન તથા એક્સક્લુઝિવ ડોમેસ્ટિક ઝોનની કામગીરી માટે પરિદૃશ્યની રચનાનું છે. ફિનટેક ઉદ્યોગ માટે ડેડિકેટેડ સ્ટાટઅપ ફંડની રચના કરવામાં આવશે. ગિફ્ટ સિટીના ફિનટેક હબ દ્વારા સ્થાનિક સ્તરે રોજગારનું સર્જન કરવામાં આવશે. તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા દીર્ઘકાલીન પ્રોજેક્ટ માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવા રૂ. ૨૭ હજાર કરોડની મૂડી ધરાવતા ડ્ઢહ્લૈંની રચના કરાશે.

ગુજરાતમાં બની રહ્યું છે રૂપિયાની ટેક્નોલોજીનું પાર્ક. નાણાકીય ટેકનોલોજી એટલે કે ફિનટેકની સેવાઓ માટે નવા રોકાણની અપેક્ષા સાથે ગુજરાત સરકાર એક નવું ફિનટેક પાર્ક સ્થાપવાની યોજના બનાવી રહી છે. પાર્ક ગાંધીનગર સ્થિત ગુજરાત આંતરરાષ્ટ્રીય ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં સ્થપાશે. ફિનટેક ક્ષેત્રે તાજેતરના વર્ષોમાં બહું મોટી વૃદ્ધિ થઇ છે. સિંગાપોર નવા બજાર માટેનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. સમાન ટેકનોલોજી ભારતમાં પણ પ્રવેશી રહી છે ત્યારે ગુજરાત સરકાર તેનો લાભ ઉઠાવવા માગે છે. અંગે રાજ્ય સરકાર એક સપર્પિત ફિનટેક પોલિસી બનાવવા જઇ રહી છે, જે ગિફ્ટ સિટી તેમજ આજુબાજુના વિસ્તારોમાં સ્થપાનારી કંપનીઓને અનેક પ્રકારના પ્રોત્સાહન આપશે.

ફાયનાન્સિયલ ટેકનોલોજી (ફિનટેક) સેવા ક્ષેત્રમાં નવા રોકાણના પ્રવાહની અપેક્ષાએ ગુજરાત સરકારે નવા ફિનટેક પાર્કની સ્થાપના માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે નવા ફિનટેક પાર્કની સ્થાપના માટેની તૈયારીઓ પણ રૂ કરી દેવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ફિનટેક પાર્ક ગિફ્ટ સિટી ખાતે નવા ક્ષેત્રોમાં પણ પ્રદાન કરશે. ફિનટેક સેક્ટરે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. સિંગાપોર નવા માર્કેટ માટે હબ તરીકે ઉપસી આવ્યું છે અને પ્રકારના ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ભારતમાં જોવા મળી રહ્યા છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા દીર્ઘકાલીન પ્રોજેક્ટ માટે ભંડોળની ઉણપને જોતાં નાણામંત્રીએ ડેવલપમેન્ટ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશનની સ્થાપનાની પણ ઘોષણા કરી છે, જેની પાસે રૂ. ૨૭,૦૦૦ કરોડની મૂડીનું વૈધાનિક સમર્થન રહેશે. DFIનું વ્યાવસાયિક રીતે સંચાલન કરાશે. ગાંધીનગર પાસે બનેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી છે. ગિફ્ટ સિટી ૮૮૬ એકરમાં ફેલાયેલું છે અને તેમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે. હાલ અહીં હજારથી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે. અહીં હોટેલ, ક્લબ હાઉસ, એફોર્ડેબલ હાઉસ તેમજ રહેણાંક એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અનોખો છે. ગિફ્ટ સિટીના કોઈપણ સંકુલમાં તમે નળમાંથી પીવાનું પાણી લઈ શકો છો. તેનું સમગ્ર સ્ટ્રક્ચર બાઉન્ડ્રી લેસ છે. અર્થાત્ એકપણ ટાવરને કંપાઉન્ડ વોલથી કવર કરવામાં આવ્યું નથી. જમીનના બહેતર ઉપયોગ માટે સિસ્ટમ અપનાવવામાં આવી છે.

ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિક છે. સંકુલમાં ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ, યૂટીલિટી ટનલ, કચરો એકત્ર કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ જેવી સુવિધા પણ છે. સિટીમાં ટાવર કાર્યરત છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેક્નો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આવેલું છે.

તદુપરાંત સીતારમણે ભારતમાં મર્ચન્ટ શીપ્સને ઉત્તેજન આપવા માટે રૂ. ૧૬૨૪ કરોડનું અલાયદું ફંડ રચવાની જોગવાઈ કરી છે. ઉપરાંત ગુજરાતમાં અલંગ શીપબ્રેકિંગ યાર્ડના માધ્યમે શીપ રિસાઈક્લિંગ વર્ક કરવા પર પણ ફોકસ કરાશે. અલંગ વિશ્વનો સૌથી મોટો જહાજનો ભંગારવાડો છે જ્યાં દર વર્ષે આશરે ૪૦૦ જેટલા જહાજો ભંગાવા આવે છે. હવે અલંગ યાર્ડ ખાતે શીપને રિસાઈકલ કરવાની કામગીરીને પણ વેગવાન બનાવવામાં આવશે.

(9:26 pm IST)