Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કોરોના વેક્સિનથી વડોદરામાં દોડધામ: વધુ 15 લોકોને આડઅસર: એકને પેરાલિસિસ: એકની તબિયત લથડી

પોલીસ તાલીમ શાળાના 15 પોલીસ તાલીમાર્થીને કોરોના વેક્સિનની આડઅસર

વડોદરા : કોરોના માટે સંજીવની બનીને આવેલી વેક્સિનના કારણે વડોદરામાં હાલ ખળભળાટ મચ્યો છે. વડોદરામાં કોરોના રસી લીધા બાદ 13 કર્મચારીઓને અસર થતાં તંત્રમાં દોડધામ મચેલી છે. વડોદરામાં વોર્ડ નંબર-9ના સફાઈકર્મી જીજ્ઞેશ સોલંકીનું વેક્સિન લીધા બાદ થોડા કલાકોમાં જ મોત નિપજ્યા બાદ આજે પણ ઘણા લોકોને ગંભીર અસર જોવા મળી રહી છે. વડોદરામાં વેક્સિનેશન બાદ વધુ બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે, સાથે એક વ્યક્તિને પેરાલીસીસ અને બીજાની તબિયત લથડી હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે.

વેક્સિનેશનના કારણે ગંભીર અસરગ્રસ્તોને શહેરની SSG હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.

વડોદરા પોલીસ તાલીમ શાળાના 15 પોલીસ તાલીમાર્થીને કોરોના વેક્સિનની આડઅસર થઈ હતી. જેથી તમામ પોલીસ તાલીમાર્થીને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આજે પોલીસ તાલીમાર્થીઓને વેક્સિનની અસર થતાં કોરોના વોરિયર્સમાં વેક્સિન લેવામાં ગભરાટ ફેલાઇ ગયો છે.

(12:56 am IST)