Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સુરતના પુણા ગામ વિસ્તારમાં ગટર લાઈનના ખોદકામમાં ટ્રક ફસાતા પલટી મારી ગઈ,કોઈ જાનહાનિ નહીં

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા

સુરત, તા.૩૧ :સુરતના પુણા ગામ વિસ્તારમાં ટ્રક પલટી જવાની ઘટના સામે આવી હતી. અહીં રસ્તા પર રહેલા ખાડામાં ટ્રક ફસાયો હતો અને બાદમાં પલટી મારી ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી

સુરતના પુણાગામ રેશમા ચોકડી પાસે ગટર લાઈનની કામગીરી માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. અહીંથી પસાર થતો એક ટ્રક ખાડામાં ફસાઈ ગયો હતો બાદમાં તે પલટી મારી ગયો હતો. ટ્રક પલટી માર્યો તે વેળાએ ત્યાં આસપાસ કોઈ લોકો હાજર ન હોવાથી કોઈ દુર્ઘટના કે જાનહાનિ થવા પામી ન હતી.

ટ્રક પલટી મારી જવાની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છેે ખાડામાં એક ટ્રક ફસાયેલો ઉભો છે અને બાદમાં પલટી મારી જાય છે. ટ્રક પલટી મારે છે ત્યારે નજીકમાં કેટલાક લોકો પણ ઉભા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.

(9:36 pm IST)