Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સાણંદ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ પોસ્ટ ઓફિસની મુલાકાતે

બાળકોને પોસ્ટકાર્ડ, અંતરદેશી કવર, રજી.એ.ડી.સ્ટેમ્પ, મનીઓડર, બચત પત્રક, કન્યા કેળવણી બચત, વીમો વગેરેથી પ્રત્યક્ષ માહિતગાર કરવામાં આવ્યાં

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ :સાણંદ-કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી. જેમાં વિદ્યાર્થીઓએ પોસ્ટ ઓફિસમાં ચાલતી કામગીરી વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી હતી. પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્તર મુસ્તાન પટેલે બાળકોને પોસ્ટકાર્ડ, અંતરદેશી કવર, રજી.એ.ડી.સ્ટેમ્પ, મનીઓડર, બચત પત્રક, કન્યા કેળવણી બચત, વીમો વગેરેથી પ્રત્યક્ષ માહિતગાર કર્યા હતા અને વ્યવહાર પ્રક્રિયા કેવી રીતે થાય તેની પણ સમજુતી આપવામાં આવી હતી. બાળકોને અભ્યાસમાં પોસ્ટ ઓફિસ પ્રકરણ વર્ગમાં અભ્યાસ કરાવ્યા પછી સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે પ્રાયોગિક (પ્રેકટીકલ) જ્ઞાનની સમજ મેળવે તે હેતુથી આયોજન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકે શિક્ષક  ઇન્દ્રાબા જાડેજાએ આયોજન કર્યું હતું. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનાચાર્ય ડો. મનીષ દેત્રોજાએ સાણંદ પોસ્ટ ઓફિસે બાળકોને મુલાકાત આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ )

(7:25 pm IST)