Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

કમીજલામાં ભાણ સાહેબની 325 મી જન્મ જયંતી તથા પાટોત્સવ નિમિત્તે સમૂહ લગ્ન અને બૃહસ્પતિ યજ્ઞ યોજાયો

મહંત શ્રી દુર્ગાદાસજી લાલજી મહારાજની જગ્યા સાયલાએ હાજર રહી નવ દંપતિને આશીર્વાદ આપ્યા : રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓની હાજરીમાં સંત શ્રી ભાણ સાહેબની જગ્યાના ધાર્મિક વિકાસ માટે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે સંપૂર્ણ મદદ કરવાની ખાત્રી આપી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામના નળકાંઠા વિસ્તારમાં આવેલા કમીજલા ગામે 'ભાણ તીર્થ' જીવંત સમાધિ આવેલ છે. સંત શ્રી ભાણ સાહેબની 325 મી જન્મ જયંતી માહ સુદ અગિયારસના દિવસે સમૂહ લગ્ન સમારોહ તથા બૃહસ્પતિ  યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાણતીર્થના હાલની ગુરુગાદી પર બિરાજનાર મહંત શ્રી 1008 જાનકીદાસજી ગુરુ શ્રી દ્વારકાદાસજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલ આ પ્રસંગમાં 13 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા તથા 4 બટુકોના યજ્ઞો પવિત સંસ્કાર કરવામાં આવ્યા હતા. વરઘોડિયા ને આશરે 131વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. મહંત શ્રી દુર્ગાદાસજી લાલજી મહારાજ ની જગ્યા સાયલા હાજર રહી નવ દંપતિ ને આશીર્વાદ આપ્યા હતા. વિરમગામ ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત રહી સર્વે નવદંપતીઓ ને શુભકામના આપી હતી તથા આ ઐતિહાસિક પ્રાચીન, ધાર્મિક, સર્વ સમાજને જોડતી  જીવંત સમાધિ શ્રી ભાણ તીર્થ ના વિકાસ માટે શક્ય તમામ પ્રયાસો કરવાની બાહેધરી આપી હતી.
    વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના રઘુંવશી સમાજની આસ્થાનું કેન્દ્ર એટલે સંત શ્રી ભાણ સાહેબની જગ્યા કમીજલા ( તા. વિરમગામ ). સંત શ્રી ભાણ સાહેબની ૩૨૫મી જન્મજ્યંતિ નિમિત્તે કમીજલા ભાણ સાહેબની જગ્યામાં રઘુવંશી સમાજના સમુહલગ્ન પ્રસંગે હાજરી આપી અને સંતોના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. નવજીવનની શરૂઆત કરનાર નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવી. રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓની હાજરીમાં સંત શ્રી ભાણ સાહેબની જગ્યાના ધાર્મિક વિકાસ માટે સંપૂર્ણ મદદ કરવાની ખાત્રી આપી છે

(7:27 pm IST)