Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

કમોદીયા ગામે આવેલા જીયો કંપનીના મોબાઈલ ટાવર માંથી 3 લાખની કિંમતની 5 બેટરી ની ચોરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કમોદીયા ગામે સરકારી જમીનમાં આવેલા મોબાઈલ ટાવર માંથી બેટરીની ચોરી થતાં રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ થઈ છે
મળતી વિગતો અનુસાર મહંમદકલીમ મોહમદનજીર શેખ (ઉ.વ.૪૨) (  રહે- એ/૯ પોસ્ટલ સોસાયટી, મારવેલ,બેકરી પાસે,સરખેજ રોડ,અમદાવાદ )ની ફરિયાદ મુજબ જીયોફોન પ્રતાપ ટેક્નોલોજી ક્રેક પ્રા.લી. નામની કંપનીના નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના કમોદીયા ગામ ખાતે સરકારી જમીનના સર્વે નંબર ૪૯ વાળી જમીનમાં જીયો કંપનીના મોબાઈલ ટાવરની કુલ-૦૫ બેટરીઓ જેની અંદાજીત કિ.રૂ. 3,00, 000  ની કોઈ અજાણ્યો ચોર ઈસમ તા.ર૭/૦૧ /૨૦૨૩ ના સવારના દશ વાગ્યાથી તા.૩૧/૦૧/૨૦૨૩ના કલાક ૧૧/૦૦ પહેલાં ચોરી કરીને લઈ જઈ જતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કર્યો છે.

(7:55 pm IST)